વિધાનસભા ચૂંટણી 2022: ભાજપ ‘નો રિપીટ’ થિયરી અપનાવશે..?

સી.આર. પાટીલના નિવેદનથી સિનિયર નેતાઓમાં ફફડાટ

ગુજરાત ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીમાં નો રિપીટેશન થિયરી અપનાવે તેવી સંભાવના છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે પણ આ અંગેના સંકેતો આપ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવાને લઇને સી.આર. પાટીલે નિવેદન આપ્યું હતું. ગીર સોમનાથ જિલ્લા ભાજપના કાર્યાલયનું સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યાલયને ગીર-સોમનાથ ભાજપ દ્વારા ‘સોમ કમલમ’ નામ આપવાનો નિર્ણય કરાયો છે.

કાર્યક્રમને સંબોધતા સી.આર. પાટીલે 2022ની વિધાનસભા ચૂંટણીને લઇને કહ્યું હતું કે 2022માં ‘લાયક’ ઉમેદવારોને જ ભાજપ ટિકિટ આપશે, સગાવાદ નહીં ચાલે. આ વખતે કોઇ પોતાના સંબંધોના આધાર પર ટિકિટ લઇ આવે તે વાત તો ભૂલી જજો. ગીર સોમનાથ જિલ્લા ભાજપના હાજર કાર્યકર્તાઓ અને આગેવાનોને સંબોધન કરતા સી.આર. પાટીલે જણાવ્યું કે, હવે સચિવાલયમાં કોઈ રોકશે નહીં કે તમારી સાથે કોઈ ઉદ્ધતાઈ પણ નહીં થાય.

આવનારી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઇ પાટીલે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઈ લાગવગ નહીં ચાલે. આ વખતે કોઇ પોતાના સંબંધોના આધાર પર ટિકિટ લઇ આવે તે વાત તો ભુલી જજો. ત્‍યારે નાના કાર્યકર્તાને પણ ટિકિટ મળવાની ઉજળી તક સાથે આશા બંધાઇ છે.

મહત્વનું છે કે ગીર સોમનાથ ભાજપનું નવું કાર્યાલય ઉગતા કમળના આકારની ડીઝાઇન જેવું હશે અને તેનું નામ ‘સોમ કમલમ’ રાખવામાં આવ્‍યુ છે. જે સમગ્ર દેશમાં નમૂનારૂપ કાર્યાલય બની રહેશે.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી