બંગાળ અને આસામમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, PM મોદીએ લોકોને મતદાનની કરી અપીલ

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 30 વિધાનસભા બેઠકો પર મતદાન

આજે પશ્ચિમ બંગાળ, આસામ વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનુ મતદાન થઇ રહ્યું છે. આ તબક્કામાં 73 લાખથી વધુ મતદારો 191 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે.

પશ્ચિમ બંગાળમ  જિલ્લાઓની 30 વિધાનસભા બેઠકો પર થનારા મતદાન પર સૌની નજર છે. પુરૂલિયા, બાંકુરા, ઝારગ્રામ, પૂર્વી મેદનીપૂર અને પશ્ચિમી મેદનીપુરમાં મોટી સંખ્યામાં મતદારો ઉમટી પડ્યા છે. 30 વિધાનસભા બેઠકો માટે 191 ઉમેદવારો મેદાને છે. પ્રથમ તબક્કાના મતદાનમાં 7 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. બાંકુરાની 4, પૂર્વી મેદનીપુરની 7, પશ્ચિમી મેદનીપુરની 6, ઝારગ્રામની 4 અને પુરૂલિયાની 9 બેઠકો પર મતદાન છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી TMCની પરીક્ષા થશે. 30 બેઠકો પર મતદાન થવાનું છે, તે બેઠકો પર વર્ષ 2016માં TMCએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું.

તો બીજી તરફ, આસામ વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં 47 બેઠક પર મતદાન કરવા માટે મતદારો આવી રહ્યા છે. જેમાં મતાધિકારનો ઉપયોગ કરી મતદારો 264 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ કરશે. પ્રથમ તબક્કાના મતદાનમાં 78 અપક્ષ ઉમેદવાર છે, 23 મહિલાઓ પણ પ્રથમ તબક્કાના મતદાનમાં ચૂંટણી મેદાનમાં છે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, વિધાનસભાના અધ્યક્ષ હિતેન્દ્રનાથ ગોસ્વામી, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રિપુન વોરા સહિતના મંત્રીઓ ચૂંટણી મેદાને છે. પ્રથમ તબક્કાના મતદાનમાં મતદાન માટે એક કલાકનો સમય વધારવામાં આવ્યો છે. 47 બેઠકો માટે 39 બેઠક પર ભાજપ અને 10 તેમની સહયોગી પાર્ટી AGP ચૂંટણી મેદાનમાં છે. આસામ વિધાનસભામાં 126 બેઠકો છે જેનું ત્રણ તબક્કામાં મતદાન થશે.બીજા તબક્કાનું 1 એપ્રિલે તો અંતિમ તબક્કાનું મતદાન 6 એપ્રિલે થશે. 2મેએ આસામ વિધાનસભાનું પરિણામ જાહેર થશે.

PM મોદીએ લોકોને કરી અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમયે બાંગ્લાદેશમાં છે. તેઓ 2 દિવસની બાંગ્લાદેશ યાત્રા માટે 26 માર્ચે પહોંચ્યા હતા. તેમણે ત્યાંથી ટ્વિટ કરી લોકોને ભારે સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી છે. પીએમ મોદીએ બંગાળ અને અસમના લોકોને મત કરવાની અપીલ કરતું ટ્વિટ કર્યું છે.

જણાવી દઈએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના બાંગ્લાદેશના પ્રવાસે છે. આજે પોતાની મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન મંદિરોની પણ મુલાકાત લેશે. મંદિર પણ ઘણું ખાસ છે. એકનું તો સીધું કનેક્શન પશ્ચિમ બંગાળની ચૂંટણી સાથે જોડવામાં આવે છે. કારણ, આ મંદિર જે મતુઆ સમુદાયની આસ્થાનું કેન્દ્ર છે, એ સમુદાયનો પ્રભાવ પશ્ચિમ બંગાળની 70 વિધાનસભા સીટો પર છે. ખાસ વાત એ છે કે આજે તેમાંથી અનેક સીટો પર વોટિંગ પણ છે.

 54 ,  1