2022 વિધાનસભાનું ટ્રેલર : કોની બનશે સ્થાનિક સરકાર, નક્કી થશે 21મીએ

ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં સરેરાશ 75 ટકાની આસપાસ ઉંચુ મતદાન, મહિલાઓ મોખરે

રાજ્યમાં 8,684 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે ગઈ કાલે ચૂંટણી યોજાઈ હતી જેમાં સરેરાશ 75 ટકાની આસપાસ ઉંચુ મતદાન નોંધાયું હતું. હવે આવતીકાલે 21મીએ મતગણતરી હાથ ધરાશે પરિણાને ગામડાઓમાં કોની સરકાર બનશે તેનું ચિત્ર બહાર આવશે એટલું જ નહીં આ પરિણામની અસર આગામી વિધાનસભાની ચૂંટણી પર જોવા મળશે.

રાજ્યમાં સરેરાશ જો મતદાનની ટકાવારીની વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 74.70 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સરેરાશ 75.1 ટકા મતદાન છે. દક્ષિણ ગુજરાતમાં 57 ટકા મતદાન થયું છે, તો સૌરાષ્ટ્રમાં સરેરાશ 70 ટકા જયારે કચ્છમાં 73.98 ટકા મતદાન જ્યારે મધ્ય ગુજરાતમાં 58 ટકા મતદાન થયું છે. સરપંચ પદ માટે 27 હજાર 200 ઉમેદવારો અને 53 હજાર 507 સભ્ય પદ માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ છે.જ્યારે 1167 ગ્રામ પંચાયતો સંપૂર્ણ રીતે બિનહરીફ જાહેર કરવામાં આવી છે.

મતદાર અને કોન્સ્ટેબલ વચ્ચે છુટ્ટાહાથની મારામારી
રાજકોટના વીરપુરમાં મતદાન કરવા આવેલો એક મતદાર અંદર મોબાઇલ લઈ જવાની જીદ કરી રહ્યો હતો. પરંતુ ફરજ પર હાજર કોન્સ્ટેબલે તેણે રોકતા ઉગ્ર બની ગયો હતો. થોડી બોલાચાલી બાદ મતદાર અને કોન્સ્ટેબલ વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ હતી. સમગ્ર મામલે મતદાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસને ફરજ પડી હતી.

મોડોસમાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં બબાલ
અરવલ્લીના મોડોસમાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં બબાલ સામે આવી હતી બડોદરમાં ચૂંટણી પ્રક્રિયામાં સિક્કા ન વાગતા હોવાની ફરિયાદ ઉઠતા બબાલ થઈ હતી. ઉમેદવાર-સમર્થકોની રજૂઆત ન સાંભળ્યાનો ગ્રામજનો આક્ષેપ કર્યો તો ગ્રામજનોનું ટોળું મોટુ હોવાથી વધુ પોલીસ બોલાવવા ફરજ પડી હતી જેમાં પોલીસે બળપ્રયોગ કરી લાઠીચાર્જ કર્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ કર્યો હતો.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી