આજે આપણે જાણીશુ કપૂરના કેટલાક અસરકારક ઉપાયો વિશે.. આપણે બધા દેવી દેવતાઓની પૂજામાં દિવા સાથે જ કપૂરની આરતી પણ કરીએ છીએ..હિન્દુ ધર્મમાં કપૂર ખૂબ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે.
- કપૂરમાંથી નીકળનારો ધુમાડો ઘ્રરની કે દુકાનની નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને વાતાવરણને પવિત્ર બનાવે છે.
- ઘરમાં કપૂર અને લવિંગ જરૂર પ્રગટાવો. આરતી કે પ્રાર્થના પછી કપૂર પ્રગટાવીને એની આરતી લેવી જોઈએ. એનાથી ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે સાથે જ પૈસાની ઉણપ નહી રહે.
- અઠવાડિયામાં 1 વાર કોઈ પણ દિવસ ઘરમાં છાણા સળગાવીને ગૂગળની ધુની આપવાથી ગૃહકલેશ શાંત થાય છે. ગૂગળ સુગંધિત હોવાની સાથે જ મગજના રોગો માટે પણ લાભદાયક છે.
- ઘરમાં પૈસા ન ટકતા હોય તો દરરોજ મહાકાળી આગળ એક ધૂપબત્તી લગાવો. દર શુક્રવારે કાલીના મંદિરમાં જઈને પૂજા કરો.
- ઘરમાં અઠવાડિયમાં એક કે બે વાર લીમડાના પાનની ધૂની સળગાવો. આવુ કરવાથી બધા પ્રકારના જીવાણું નષ્ટ થઈ જશે. ત્યાં વાસ્તુદોષ પણ સમાપ્ત થઈ જશે.
136 , 3