Asusનું સસ્તુ લેપટોપ લોન્ચ.. કિંમત જાણીને ચોંકી જશો…

શું તમે લેપટોપ લેવાનું વિચારી રહ્યા છો તો…..

દેશ-વિદેશમાં ઘણી કંપનીઓના લેપટોપ મળી છે. ત્યારે Asus બજેટ ક્રોમબુક (લેપટોપ) ભારતીય બજારમાં લોન્ચ કર્યું છે. તેનો મોડલ નંબર CX1101 છે. આ ક્રોમબુકમાં 11.6-ઇંચની એન્ટિ-ગ્લેયર HD ડિસ્પ્લે છે. લેપટોપ 4GB RAM અને 64GB eMMC સ્ટોરેજ સાથે જોડાયેલ ડ્યુઅલ-કોર Intel Celeron N4020 પ્રોસેસર દ્વારા સંચાલિત છે.

Asus Chromebook CX1101 કિંમત
આ ક્રોમબુકની શરૂઆતી કિંમત 19,999 રૂપિયા છે. તેનું વેચાણ 15 ડિસેમ્બરથી ફ્લિપકાર્ટ પર શરૂ થશે. લોન્ચિંગ ઓફરના ભાગરૂપે 15 થી 21 ડિસેમ્બર દરમિયાન આ Chromebook ખરીદનારા ગ્રાહકોને કંપની રૂ. 1,009 નું ડિસ્કાઉન્ટ આપશે. એટલે કે, તમે તેને માત્ર 18,990 રૂપિયામાં ખરીદી શકશો.

Asus Chromebook CX1101 ની વિશિષ્ટતાઓ

આ ક્રોમબુકમાં 11.6-ઇંચની એન્ટિ-ગ્લેયર HD LCD ડિસ્પ્લે છે. તેમાં ડ્યુઅલ-કોર Intel Celeron N4020 પ્રોસેસર, 4GB LPDDR4 રેમ અને 64GB eMMC સ્ટોરેજ છે. તે ગૂગલની ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. ક્રોમબુકને કઠોર ડિઝાઇન આપવામાં આવી છે, આ માટે તેમાં મેટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ક્રીન લીડને 180-ડિગ્રી સુધી ફેરવી શકાય છે.

Chromebook માં 3-સેલ 42Whr બેટરી છે. કંપનીનું કહેવું છે કે તે સિંગલ ચાર્જ પર 13 કલાક સુધી બેકઅપ લઈ શકશે. તે 45W USB-Type C ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે, તેમાં બે USB 3.2 Type-C પોર્ટ, બે USB 3.2 Type-A પોર્ટ, માઇક્રો SD કાર્ડ રીડર, 3.5mm ઓડિયો જેક છે. લેપટોપનું ડાયમેન્શન 291.6×200.9×19.5mm છે અને વજન 1.24kg છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી