તાઈવાનમાં 13 માળની ઈમારતમાં ભીષણ આગ, 46ના મોત

વિકરાળ આગના પગલે અફરાતફરીનો માહોલ

દક્ષિણ તાઇવાનમાં આજે 13 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 46 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 12થી વધુ લોકો વધુ ઘાયલ થયા છે. કાઓશુંગ સિટી ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગ સવારે 3 વાગ્યાની આસપાસ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનો બચાવ કામગીરીમાં લાગેલા છે. નીચલા માળે લાગેલી આગ ઓલવી દેવામાં આવી છે.

કાઓસુંગ સિટી ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું કે 46 લોકોના મોત થયા છે. જો કે, તાઇવાનમાં મૃત્યુના આંકડાઓની સત્તાવાર પુષ્ટિ માત્ર હોસ્પિટલમાં કરવામાં આવે છે. આગમાં દાઝી ગયેલા અન્ય 51 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગના નિવેદન અનુસાર, આગ અત્યંત “ગંભીર” હતી અને આગના કારણે બિલ્ડિંગના ફ્લોર બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સાક્ષીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તેઓએ સવારે 3 વાગ્યાની આસપાસ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. સત્તાવાર નિવેદન અનુસાર, બિલ્ડિંગ 40 વર્ષ જૂની હતી, ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો અને ઉપર એપાર્ટમેન્ટ્સ હતા.

ઘટના સ્થળે ફાયર વિભાગના વડાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે મળી આવેલા ઓછામાં ઓછા 11 લોકોના મૃતદેહને સીધા શબઘરમાં મોકલવામાં આવ્યા હતા.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી