અમદાવાદ : શારદાબેન હોસ્પિટલમાં કોરોના દર્દીએ 5માં માળેથી કુદીને કરી લીધો આપઘાત

માનસિક સંતુલન ગુમાવતા દર્દીએ આપઘાત કર્યો હોવાનું તબીબોનું અનુમાન

કોરોનાગ્રસ્ત દર્દીએ અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સંક્રમિત થયા બાદ માનસિક સંતુલન ગુમાવતા દર્દીએ આપઘાત કર્યો હોવાનું તબીબોનું અનુમાન છે. કોરોના સંક્રમિત થયેલા દર્દી શારદાબહેન હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયા હતા.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શારદાબેન હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં એક કોરોના દર્દીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. અહીં સારવાર માટે દાખલ કરેલા 60 વર્ષીય વૃધ્ધ આખરે જિંદગીથી કંટાળી ગયો હતો અને તેને હાજર સ્ટાફની નજર ચૂકવીને પાંચમાં માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતી. જાણવા મળી રહ્યું છે કે પાંચમા માળેથી વહેલી સવારે 60 વર્ષીય વૃદ્ધે પડતું મુક્યું છે, જેના કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. આ ઘટના બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. શહેર કોટડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.

 27 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર