મેડિકલ સ્ટોરનું તાળું તોડી ચોરી કરી તસ્કરો પલાયન

ઘટના સીસીટવી કેમેરામાં કેદ, કૃષ્ણનગર પોલીસે તપાસ શરૂ કરી

ઇકો કારમાં ચોરી કરતી ગેંગ સક્રિય, આસપાસની દુકાનના તાળા પણ તોડ્યા

પૂર્વ વિસ્તારમાં શિયાળા દરમિયાન મોડી રાત્રીથી વહેલી પરોઢ સુધી ચોરી કરતા લોકોની ગેંગ સક્રિય થઇ છે અને સતત ચોરીની ઘટનાઓ બની રહી છે. ત્યારે કૃષ્ણનગર ચારેક લોકોએ એક દુકાનમાં ઘુસી ચોરી કરી હતી અને આસપાસની દુકાનોના તાળા તોડ્યા હતા. એક મેડિકલ શોપમાં ચાર લોકો આવ્યા હતાં. ઇકો કારમાં આ શખશો આવ્યા હતા. તેમાં એક શખશ રેકી કરતો હતો, અન્ય બે લોકોએ તાળું તોડ્યું અને અન્ય એક શખસ અંદર ઘૂસ્યો હતો. બાદમાં આ શખસોએ 96 હજારની ચોરીને અંજામ આપ્યો હતો. સમગ્ર બાબતની જાણ કૃષ્ણનગર પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધી તપાસ આદરી છે. બીજી તરફ આખીય ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે આસપાસના વિસ્તારના કેમેરાના ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

નરોડામાં રહેતા અશ્વિનભાઈ પટેલ નરોડામાં વૃંદાવન રેસિડેન્સી નીચે નિસર્ગ કેમિસ્ટ નામની દુકાન ધરાવી વેપાર કરે છે. ગત 5મીએ તેઓ તેમની દુકાને આવ્યા હતા. બાદમાં રાત્રિના સમયે દુકાન બંધ કરી તેઓ ઘરે ગયા હતાં. બીજે દિવસે એટલે તા.6ના રોજ તેઓ દુકાને આવ્યા હતા. ત્યારે તે પહેલાં બાજુની દુકાનના માલિકે તેઓને ફોન કરી તેમની દુકાનનું તાળું તૂટેલું હોવાની જાણ કરી હતી. દુકાને આવીને જોયું તો દુકાનમાં સામાન વેર વિખેર થયેલો હતો. અંદર જઈને જોયું તો 96,500 રૂ. ની મતા ચોરી થઈ હતી. તાત્કાલિક પોલીસને જાણ કરતા કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરી તો આ મેડિકલ શોપ સિવાય અન્ય દુકાનોના પણ તાળા તૂટેલા હતા.

સમગ્ર બાબતને લઈને કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવીમાં કેદ તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આ મામલે તપાસ કરી તો ઇકો કારમાં ત્રણથી વધુ લોકો આવે છે. એક શખ્સ દુકાનનું તાળું તોડે છે અને એક શખસ રેકી કરે છે અને એક શખસ ચોરીને અંજામ આપી પલાયન થઇ ગયા હતા.

 8 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર