દીકરીએ કંટ્રોલરૂમમાં ફોન કરીને કહ્યું- ‘મારી મમ્મીને બચાવી લો….’ પોલીસે દરવાજો તોડી ફાંસો ખાવા જઈ રહેલી મહિલાને બચાવી લીધી

સુરતના નાનપુરા ખાતે મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ, પોલીસે દરવાજો તોડી મહિલાને બચાવી

સુરતમાં આપઘાત કરવા જઇ રહેલી એક મહિલા પોલીસે બચાવી લીધી હતી. આપઘતનો પ્રયાસ કરનાર મહિલાની પુત્રીએ 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. ઘટનાને ગંભીરતાથી લઇ 6 મિનિટની અંદર પોલીસ પહોચી ગઈ હતી. અને આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને બચાવી લીધી હતી. એમાં અંદરથી દરવાજો બંધ કરી કરી ફાંસો લગાવી જઈ રહી હતી. તો બીજી તરફ પોલીસે સતર્કતા દાખવી તાબડતોડ દરવાજો તોડી મહિલાને ફાંસો ખાધા અટકાવી હતી.

સુરતના નાનપુરા ખાતે રહેતી 44 વર્ષીય મહિલા તેના માતા-પિતા સાથે રહે છે અને તેના 18 વર્ષ પહેલા છુટાછેડા થયા છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. શુકવારે મહિલાને પારિવારિક કારણોસર પિતા સાથે ઝઘડો થયો હતો. તેમાં માઠુ લાગતા મહિલાએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ સમગ્ર ઘટનામાં આપઘાતનો પ્રયાસ કરનાર 18 વર્ષીય પુત્રીએ જે સમજણ દાખવી તે મહત્ત્વની વાત છે. આવેશમાં આવી ગયેલી માતા ખોટું પગલું ભરી લેશે એનો ખ્યાલ આવી જતા તેમણે 100 નંબર ડાયલ કરી તત્કાળ પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરી હતી.

પુત્રીએ ધ્રુસકે રડતા કહ્યું કે, ‘મારી મમ્મીએ રૂમમાં અંદરથી દરવાજો બંધ કરી દીધો છે, તે સ્યુસાઈડ કરી લેશે, એટલે પ્લીઝ તેને બચાવી લો.’ કન્ટ્રોલ રૂમના એએસઆઇ પરેશ પુરાણીએ સ્થિતિની ગંભીરતા પારખીને તાત્કાલિક સ્લીપ બનાવી અઠવાલાઇન્સ પોલીસની પીસીઆરવાનને જાણ કરી હતી.

પીસીઆર વાનના પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ ધનસિંહને જેવો મેસેજ મળ્યો એ સાથે જ તેઓ તુરંત વાનને પ્રાઇવેટ ડ્રાઇવર આનંદની સાથે અપાયેલા સરનામે ધસી ગયા હતા. પુત્રીએ ફરિયાદ કરી એની માત્ર 6 મિનિટમાં એટલે કે બરાબર રાત્રે 8.11 વાગ્યે કોન્સ્ટેબલ દિલીપસિંહ મહિલાના ઘરે પહોંચ્યા. મહિલાએ દરવાજો અંદરથી બંધ કરીને પુરાઈ ગઈ હતી. જો કે રૂમની બારી ખુલ્લી હતી. એક તરફ પોલીસ દરવાજો ખોલવા વારંવાર વિનંતી કરતી હતી.

બીજી તરફ મહિલાએ ડેટોલ પી લીધું હતું અને બેડની ઉપર ટેબલ મૂકીને દુપટ્ટા વડે ફાંસો ખાવાની તૈયારી કરી રહી હતી. દરવાજો તોડ્યા સિવાય વિકલ્પ નહોતો. પોલીસ કોન્સ્ટેબલે ધડાધડ લાતો મારીને દરવાજો તોડી નાખ્યો અને અંદર ધસી ફાંસીએ લટકવા જતી મહિલાના પગ પકડી લીધા અને તુરંત તેમને નીચે ઉતારી અને તેમના ગળામાંથી ફાંસી કાઢ્યો હતો. મહિલાએ ડેટોલ પીધું હોવાથી તત્કાળ 108 એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે ઘટનાની સંવેદનશીલતા પારખીને વીજળીક ઝડપ દાખવી મહિલાનો જીવ બચાવ્યો હતો.

તો બીજી તરફ આ મામલે પોલીસે ગંભીરતાથી નોંધ લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 180 ,  3