ખેડૂતોની ટ્રેકટર રેલી પર SCએ કહ્યું – કોને એન્ટ્રી આપવી કે નહીં તે પોલીસનો વિષય

26મીની ખેડૂતોની ટ્રેકટર રેલી પર SCમાં 20મીએ સુનાવણી

26 જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂત સંગઠનોએ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસ આ રેલીના વિરોધમાં છે, જ્યારે ખેડૂત સંગઠનોએ માગ કરી છે કે તેમને રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવે. આ અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બુધવાર સુધી ટળી ગઈ છે.. પરંતુ કોર્ટે કહ્યું કે,દિલ્હીમાં કોણ આવશે, કોણ નહીં, તે પોલીસ નક્કી કરશે. કારણ કે આ કાયદા વ્યવસ્થા સાથે જોડાયેલો મામલો છે.

દિલ્હીમાં 26મી જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રેકટર માર્ચ મામલે સુપ્રીમ કોર્ટે હાલ કોઇ આદેશ આપવાનો ઇન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કોને પ્રવેશ આપવો કે નહીં તે પોલીસનો વિષય છે.  દિલ્હીમાં ટ્રેકટર માર્ચ કાયદો અને વ્યવસ્થાનો વિષય છે. આમ આ મામલે વધુ સુનાવણી આગામી 20 જાન્યુઆરી બુધવારના રોજ હાથ ધરાશે. 

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે રામલીલા મેદાનમાં પ્રદર્શન અંગેની મંજૂરી આપવા અંગે પોલીસે નિર્ણય કરવાનો છે. આ સાથે સુપ્રીમે કહ્યું કે શહેરમાં કેટલા લોકો, કેવી રીતે આવે એ પોલીસ નક્કી કરશે. ચીફ જસ્ટીસે કહ્યું શું કોર્ટે હવે જણાવવું પડશે કે સરકારની પાસે પોલીસ એક્ટ હેઠળ શું શક્તિ છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં બુધવારના રોજ સુનાવણી હાથ ધરાશે.

 15 ,  1