September 18, 2020
September 18, 2020

રાજકોટ : મુસ્લિમ યુવક સાથે લગ્નની જીદ કરતી પુત્રીની પિતાએ કરી હત્યા

ધોકો માથામાં ફટકારી બાપે દીકરીને ઉતારી મોતને ઘાટ..

રાજકોટ શહેરમાં ખૂદ બાપે બેટીને મોતને ઘાટ ઉતારી દીધી છે. બેટી અન્ય યુવક સાથે લગ્નની જીદ કરતા આવેશમાં આવી પિતાએ દીકરીની હત્યા કરી દીધી. હાલ આ મામલે પોલસે આરોપી પિતાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, શહેરના ગ્રાંધીગ્રામ શાહનગર-4 ખાતે રહેતા ગોપાલભાઈ નકુમે તેની સગી દીકરી ઇલા નકુમને માથામાં લાકડાનો ધોકો ફટકારી દીધો હતો. પુત્રી ઇલા નકુમને પાડોશમાં રહેતા વિધર્મી યુવાન સાથે પ્રેમ સંબધ બંધાયો હતો. જે પિતા ગોપાલ ભાઇને મંજૂર ન હતો. પુત્રી અવાર-નવાર આ યુવક સાથે રહેવા જવાની જીદ કરી હતી. આથી પિતાએ આવેશમાં આવીને પુત્રીના માથામાં લાકડાનો ફટકો મારી દીધો હતો. જે બાદમાં યુવતીને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં યુવતીએ દમ તોડી દીધો હતો.

આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ફરાર ગોપાલની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી હતી. પોલીસ તપાસમાં ઈલાને પાડોશમાં રહેતા મસ્લિમ યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો. આથી તેની સાથે લગ્ન કરવાની ઈલાએ જીદ પકડતા પિતાને માથામાં કપડા ધોવાનો ધોકો ફટકારી દીધો હતો.

પોલીસની પૂછપરછમાં ગોપાલે સ્વીકાર કર્યો હતો કે તેની દીકરીને શિવપરા ખાતે રહેતા ફરદીન નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ મામલે છોકરા પક્ષ અને છોકરી પક્ષના લોકો એકઠા થયા હતા અને બંનેને સમજાવ્યા હતા. જોકે, ઇલા સમજી ન હતી અને આજે તેણે ફરીથી ફરદીન સાથે જવાની જીદ પકડી હતી. જે બાદમાં આવેશમાં આવી પિતાએ તેના પર હુમલો કર્યો હતો.

હાલ આ મામલે પોલીસે દીકરીના હત્યારા બાપની અટકાયત કરી વધુ તપાસ હાથ ધર છે.

 324 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર