અંજારમાં ATMના સિક્યોરિટી ગાર્ડની ઘાતકી હત્યા, લૂંટનાં ઈરાદે આવેલા તસ્કરોએ મારી છરી

સિક્યોરિટી ગાર્ડને ચાકૂના ઘા ઝીંકી દેતા થયું મોત, લૂંટના ઇરાદે આવેલ તસ્કરોએ આપ્યો અંજામ

અંજારમાં આવેલી એક આનગી કંપની પાસેનાં એટીએમનાં સિક્યોરિટી ગાર્ડની છરી વડે હત્યા કરી દેવામાં આવી હતી. લૂંટના ઇરાદે ત્રાકેલા તસ્કરોએ મધરાતે ગળા અને છાતીના ભાગમાં હુમલો કરી ગાર્ડને રહેંસી નાખ્યો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

ઘટનાની વિગત મુજબ, અંજારમાં વેલસ્પન કંપની બહાર આવેલા SBI નાં ATMની અંદર યુવાન સિક્યોરીટી ગાર્ડની અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હોવાનો બનાવ બહાર આવ્યો હતો. બનાવ અંગે જાણ થતાં પોલીસનાં વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા છે.

ઘટનામાં મૃત્યુ પામનાર નવીન મણિલાલ સોલંકી (ઉ.વ.21, રહે. હનુમાન મંદિર પાસે, વરસામેડી. મૂળ વતની- ભાભર, બનાસકાંઠા) ની આજે સવારે 8 કલાકે ATMની અંદર લોહીમાં લતપત લાશ મળી આવી હતી. અજાણ્યા શખ્સોએ નવીનની છાતી અને ગળામાં છરી જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકી તેની હત્યા નીપજાવી હોવાનું બહાર આવ્યું છે. ગત રાત્રિનાં દસ વાગ્યાથી લઈ સવારે 8 કલાકનાં સમયગાળામાં આ બનાવ બન્યો હોવાની શક્યતા છે.

મૃત્યુ પામનારનાં સાળા મુકેશ અંબાલાલ સોલંકીએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ATM માં ચોરી કે લૂંટનાં ઈરાદે આ બનાવ બન્યો છે કે કોઈ અન્ય કારણે તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે હત્યારાઓને શોધવાની તપાસ શરૂ કરી છે. ઘટનાની તપાસ માટે પૂર્વ કચ્છના પોલીસ વડા અને ડીવાયએસપી સહિત અંજાર પોલીસનો સ્ટાફ આવી પહોંચ્યો હતો.

 21 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર