સુરતના કૃખ્યાત માથાભારે સજ્જુ કોઠારીની ATSએ મુંબઈથી કરી ધરપકડ

ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયા બાદ સજજુ કોઠારી મુંબઈ ભાગી ગયો હતો 

ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ સુરતના માથેભારે સજ્જુ ગેંગના મુખ્ય સૂત્રધારને ગુજરાત ATSએ મુંબઇથી ધરપકડ કરી છે. ગંભીર ગુનાઓને આચરતી આ કુખ્યાત ગેંગનો મુખ્ય સૂત્રધાર અને ગુજસીટોકના ગુનામાં નાસતો ફરતો સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમદ કઠારી આખરે ઝડપાયો છે. ચોક્કસ બાતમીને આધારે ATSએ સફળ ઓપરેશન પાર પાડી મુંબઇ ખાતેથી એક હોટલમાંથી દબોચી લીધો છે. આરોપી સજ્જુ કોઠારી ગેમ્બલિંગ ક્લબ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. સજ્જુ અને તેની ગેંગ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી જેવા અનેક ગુના નોંધાયેલા છે.

મળતી માહિતી પ્રમાણે સજ્જુ કોઠારી ગેંગના સભ્યો સામે 15થી વધુ ગુના નોંધાયેલા છે. એવી પણ માહિતી સામે આવી છે કે સજ્જુ કોઠારીએ એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી હતી. આ ફિલ્મમાં તેણે વિલનનો રોલ કર્યો હતો.

ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયા બાદ નાનપુરાનો માથાભારે સજજુ કોઠારી મુંબઈ ભાગી ગયો હતો. 10મી ફેબુઆરીના રોજ સજ્જુ સહિત આઠ લોકો સામે ગુનો દાખલ થયો હતો. સજ્જુ હાલ પોલીસની પકડમાં આવ્યો છે ત્યારે તેની ગેંગના યુનુસ કોઠારી, જાવીદ ગુલામ મલેક, મોહંમદ આરીફ શેખ, આરીફ શેખ અને મોહંમદ કાસીમ અલી પહેલાથી જ લાજપોર જેલમાં છે.

 25 ,  1