September 19, 2020
September 19, 2020

ગુજરાત પર નક્સલનો છાયો ! CRPF અને પોલીસ હતા ટાર્ગેટમાં..

ATSએ તાપીના વ્યારામાંથી ત્રણ નક્સલીઓની કરી ધરપકડ – પથ્થલગડી ચળવળના કાર્યકર્તા તેમજ ઝારખંડના અનેક ગુનાઓમાં હતા વોન્ટેડ

ગુજરાતમાં પેહલી વાર લાલ આતંકની દસ્તક આવી છે. ગુજરાતના તાપીમાંથી ગુજરાત ATS દ્વારા ત્રણ નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSને માહિતી મળી હતી કે ગુજરાતમાં આવેલા તાપીના વ્યારામાં કેટલાક લોકો નક્સલવાદી પ્રવૃતિ કરી રહ્યાં છે. તે માહિતીના આધારે ATS દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.અને 3 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે આ ત્રણેય લોકો ઝારખંડના રહેવાસી છે. અને લોકડાઉન પેહલાથી અહીં રહી રહ્યા હતા. જોકે 2014થી આ લોકો ગુજરાતમાં રહી રહ્યાં હતાં. ઝારખંડના પથ્થલગડી આંદોલન કરી રહ્યાં હતાં.આરોપીઓ સામું ઓરિયા, બિરસા ઓરિયા અને બબીતા કચ્છપ આ લોકો ત્યાં ના ગુનામાં પણ વોન્ટેડ હતા અને અહીં રહી પણ નકસલી કાર્યાવહી કરી રહ્યાં હતાં.

ચોંકાવનારી વાત તો એ છે કે ગુજરાતમાં પણ આ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને આ લોકો કોણે કોણે મળી રહ્યાં હતાં અને કઈ રીતે આ કાર્યવાહી કરી રહ્યાં હતાં તેની તપાસ કરવા માં આવી રહી છે. એટલું જ નહીં CRPF અને પોલીસને ટાર્ગેટ કરવાના કાવતરું

તાપીમાં આ લોકો છેલ્લા 6 વર્ષ થી આવી રહ્યાં હતાં જેથી પોલીસ ને શંકા છે કે આની પાછળ બીજા લોકો પણ હોઈ શકે છે જેથી તે દિશા માં પણ તપાસ કરવા માં આવી રહયુ છે..આ મામલે ATS વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓઓ મોબાઈલ ફોન અને લેપટોપમાં મળેલી સામગ્રી સૂચવે છે કે બિરસા ઓરેયા અને સામુ ઓરેયા સહિતના આરોપી વ્યક્તિઓ દ્વારા ગુજરાતના આદિજાતી વિસ્તારોમાં સ્થાનિક સતીપતી સંપ્રદાયના અનુયાયીઓમાં પથ્થલગડી વિચારણધારાનો પ્રચાર કરવા માટે નાણાં એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમજ તેઓ તેમની કાર્યવાહી અને શબ્દો દ્વારા સ્થાનિક લોકોમાં તેઓ કાયદાથી સ્થાપિત સરકાર સામે તિરસ્કાર પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ પથ્થલગડી આંદોલનની પદ્ધતિઓ અપનાવીને સ્થાનિક આદિજાતિ લોકોમાં સરકાર વિરુદ્ધ હિંસક બળવાનું વાતાવરણ ઊભું કરી સરકારને ઉથલાવવા માટેનું કાવતરું ઘડી રહ્ચા હતા. હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

પથ્થલગડી એટલે શું?

ઉલ્લેખનીય છે કે, પથ્થલગડી ચળવળ, ઝારખંડના ખૂંટી જિલ્લાના ઘણા ગામોમાં વર્ષ 2016ના અંતમાં ખૂબ કાર્યરત બની હતી. ઐતિહાસિક રીતે પથ્થલગડી શબ્દ કોઈ મૃત વ્યક્તિની સમાધિ ઉપર પથ્થર મૂકવાના આદિવાસી રીવાજમાંથી આવ્યો છે.
આ પ્રથાને ધ્યાનમાં રાખીને ઝારખંડમાં આદિવાસી સમુદાયો મોટા પથ્થરો ઉપર સંદેશો પ્રદર્શિત કરે છે. જેને સ્થાનિક પથ્થલગડી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ તેમના ઉદ્દેશો માટે હિંસક અને ગેરકાયદેસર રીતે આ પ્રથાનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે ઝારખંડમાં હિંસાની વિવિધ ઘટનાઓ બની છે.

 22 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર