કચ્છ સરહદ પર ગદ્દાર BSF જવાનની ATSએ કરી ધરપકડ !

સેનાની માહિતી પાકિસ્તાનને મોકલતો હોવાનો ખુલાસો

કચ્છમાં સરહદની જાસૂસી કરી પાકિસ્તાનને માહિતી આપતો જવાનની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. જાબાઝ ભારતીય સેના એના પરાક્રમથી પાકિસ્તાનને ધૂળ ચટાડી રહી છે. સૌથી આગળ અને આક્રમક રહેતી BSF કશ્મીરથી માડી ગુજરાત સુધીના બોર્ડર પર દિવસ રાત એક કરી સરહદની રક્ષા કરી રહી છે. ત્યારે કચ્છની સરહદ બોર્ડર પરથી પાકિસ્તાન માટે કામ કરતો BSFનો ગદ્દાર જવાન ઝડપાઇ જતાં હડકંપ મચ્યો છે. ગુજરાત ATS એ BSF જવાનને મળેલા ઈનપુટના આધારે પકડી પાડયો છે.

બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે BSFની ગાંધીધામ બટાલિયનમાંથી આ પાકિસ્તાન પરસ્ત ગદ્દાર જવાનને ઝડપી પાડવામાં આવ્યો છે. કચ્છમાં સરહદની જાસૂસી કરતો હોવાની બાતમી ઈન્ટેલિજન્સ એજન્સીને મળી હતી. આ પહેલા ઝડપાયેલા નાપાક માટે કામ કરતો કશ્મીરી જવાન ત્રિપુરામાં તૈનાત હતો. ત્યાંથી જ જવાન પર આપાણી હોનહાર એજન્સીઑની સતત દેખરેખ હતી. તે સતત પાકિસ્તાનને માહીતી આપતો હતો. જે બાદ કચ્છ સરહદ પર પોસ્ટિંગ આપી જવાન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન ગુજરાત ATSને પાક્કી ટિપ્સ મળતા જવાનને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. દેશની આન બાન સાન એવી આપણી BSF પણ આ જવાનના કાળા કરતૂતથી કમકમી ઉઠી છે. ગદ્દાર જવાનને ધરદબોચી લઈ પૂછપરછ ચાલી રહી છે.

 62 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી