September 23, 2021
September 23, 2021

લગાવ શરત…! તમે આ હોરર ફિલ્મ આખી નહીં જોઇ શકો…

હોરર ઉત્સવ ફિલ્મ જુઓ, લખપતિ બનો- પોપકોર્ન ખાતા ખાતા..

બોલિવુડમાં રામમે બ્રધર દ્વારા હોરર ફિલ્મ બનાવવાનો પ્રયાસ થયો હતો. બોલિવુડમાં પ્રેમ કથા આધારિત વધારે ફિલ્મો બને છે. પરંતુ હોરર એટલે કે ભયાનક ફિલ્મો હવે ભાગ્યે જ બનતી હોય છે. પરંતુ હોલિવુડમાં એવી હોરર ફિલ્મો બની છે કે, કોઇ આખી ફિલ્મ જોઇ જ ના શકે, અને ભયથી કાંપીને સિનેમાં હોલની બહાર ભાગી જાય. આવી લગભગ એક ડઝન કરતા વધારે હોરર ઉત્સવ જાહેર થયો છે. જેમાં આ તમામ ફિલ્મો જોનારને એક લાખ રૂપિયાનું રોકડ ઇનામ અને સાથે જ પોપકોર્નના બાસ્કેટ પણ ખરા…

સામાન્ય રીતે તમે ફ્રી સમયમાં ફિલ્મો જોવાનું પસંદ કરો છો અને તેને માટે ખર્ચ કરો છો પણ શું તમે જાણો છો કે આ કામ ફ્રીમાં કરીને તમે લખપતિ બની શકો છો. મફતમાં ફિલ્મો જોવાના બદલામાં કોઈ તમને એક લાખ રૂપિયા આપે તો કેવું સારું. કદાચ તમને આ જાણીને નવાઈ લાગશે પણ આ હકીકત છે. એક કંપની 13 હોરર ફિલ્મ અને ક્લાસિકલ ફિલ્મ જોનારા વ્યક્તિને 1300 ડોલર એટલે કે 95,448 રૂપિયાનું ઈનામ આપી રહી છે.

કંપનીએ વ્યક્તિના માધ્યમથી ઉચ્ચ અને નિમ્ન બજેટની ફિલ્મોના ડરના કારકની તુલના કરે છે અને સાથે હ્રદયની ગતિનું પણ ધ્યાન રાખે છે. આ માટે તેને રૂપિયા આપવામાં આવે છે. 

મળતી માહિતી અનુસાર આ હોરર ફિલ્મો અલગ અલગ બજેટની હશે. 13 હોરર ફિલ્મોને જોવા માટે હોરર મૂવી હાર્ટ રેટ એનાલિસ્ટની શોધ કરી રહી છે જેની મદદથી મોટા બજેટની ફિલ્મોમાં ડરની તુલનામાં ઓછા બજેટની હોરર ફિલ્મો સાથે કરાશે. જે ઉમેદવારની પસંદગી કરાશે તેના મૂવી જોતા સમયના હ્રદયની ગતિને ટ્રોક કરવા માટે ફિટબિટ ડિવાઈસનો ઉપયોગ કરાશે.

મળતી માહિતી અનુસાર આ ફિલ્મોમાં એમિટીવિલે હોરર, એ ક્વાઈટ પ્લેસ, એ ક્વાઈટ પ્લેસ પાર્ટ 2, કેન્ડીમેન, ઈસિડિયસ, ધ બ્લેયર વિચ પ્રોજેક્ટ, સિનિસ્ટર, ગેટ આઉટ, દ પર્જ, પેરાનોર્મલ એક્ટિવિટી અને હેલોવીનના 2018 રીમેક સામેલ છે. આ કામ માટે પસંદ કરાયેલા વ્યક્તિને 1300 ડોલરનું ઈનામ આપવામાં આવશે. 

કંપનીની તરફથી મૂવી મેરાથનને માટે પહેરવા માટે એક ફિટબિટ અને મૂવી જોવામાં ખર્ચ થનારા રૂપિયાને કવર કરવા માટે 50 ડોલરનું ગિફ્ટ કાર્ડ અલગથી આપવામાં આવશે. આ માટે અરજદાર 26 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે. વિજેતા વ્યક્તિની જાહેરાત 1 ઓક્ટોબરના રોજ કરાશે. 

 9 ,  1