પોલીસને કેમ બાતમી આપે છે કહી યુવક પર હુમલો, જાનથી મારી નાખવાની આપી ધમકી

વટવા પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી

મારી પોલીસને કેમ બાતમી આપે છે તેમ કહી વટવામાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. યુવકને ફટકાર્યા બાદ ત્યાંથી હુમલાખોર પલાયન થઇ ગયો હતો. આ મામલે વટવા પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.

શહેરના વટવા વિસ્તારમાં ઇમરાન ઉસ્માનગીરી નાગોરી રહે છે અને છુટક મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઇમરાન પહેલા સદભાવ નગર રહેતો હોવાથી તેના ત્યાં મિત્રો હતા. તેથી તે અવાર નવાર સદભાવનગર બેસવા જતો હતો. 28મીના રોજ રાત્રે ઇમરાન સદભાવનગર બેસવા ગયા હતો અને મિત્રની રાહ જોઇ રહ્યો હતો. ત્યારે ત્યાં રહેતો મોહસીન ઉર્ફે બછડો સલીમભાઇ શેખ ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે, તુ પોલીસમાં ખોટી માહિતી કેમ આપે છે. આટલું કહ્યા બાદ ગાળો આપી ઝઘડો કરવા લાગ્યો હતો. ત્યારે ઇમરાને જણાવ્યું હતું કે, મે તમારી કોઇ બાતમી આપી નથી. જોકે, ઉશ્કેરાયેલા મોહસીન મારા મારી કરવા લાગ્યો હતો.

આ સમયે બુમાબુમ થતા લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું ત્યારે મોહસીને છરી કાઢી જણાવ્યું હતું કે, આ વખતે તો તુ બચી ગયો ફરીવાર મારી બાતમી પોલીસને આપી તો જાનથી મારી નાંખીશ. ત્યારબાદ મોહસીન ત્યાંથી જતો રહ્યો હતો. જેથી ઇમરાને આ અંગે વટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આદરી છે.

 23 ,  1