સુરતના કુંભારિયા ગામે યુવક પર હુમલો : જમીન મામલે મારામારીની ઘટના CCTVમાં થઈ કેદ

પોલીસે 24 કલાક સુધી રઝળાવ્યા બાદ પીડિત યુવકની લીધી હતી ફરિયાદ

સુરતના કુંભારીયા ગામ ખાતે જમીન મામલે મારામારીની ઘટના સામે આવી છે. ગામ લોકોએ એક યુવક પાર જીવલેણ હુમલો કરી દીધો હતો. મરામારીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો બીજી તરફ આ મામલે પોલીસની બેદરકારી પણ સામે આવી હતી. 24 કલાક બાદ ફરિયાદ લેતા ભારે તકરાર સર્જાઈ હતી.

સુરતના કુંભારીયા ગામમાં જમીન મામલે એક યુવક પર ગામ લોકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. જોકે પોલીસે 24 કલાક સુધી રઝળાવ્યા બાદ ફરિયાદ લીધી હતી. 

આ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા બાદ પણ પોલીસે આ યુવાનનની ફરિયાદ નોંધવામાં મામલે 24 કલાક જેટલો વિલંબ કર્યો હતો. જોકે પોલીસે ફરિયાદ તો લીધી પણ તપાસ અથવા આરોપી ધરપકડ ન કરતા વિવાદ થયો છે. સમગ્ર ઘટનાના ફિલ્મી સીસીટીવી ફૂટેજ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

જમીનના મામલે છેલ્લા કેટલાક સમયથી હિતેશ વાઘેલાની ગાડી પણ ઘર પાસેથી કાઢવા દેતા નહોતા. 15 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યે ગામ લોકોએ હિતેશ વાઘેલા નામના યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ હિતેશ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે આ સમગ્ર ઘટના અંગે પોલીસે 24 કલાક જેટલો સમય વિત્યા બાદ ફરિયાદ લીધી હતી. યુવાન ઉપર હુમલાની ઘટના નજીકના CCTVમાં કેદ થઇ ગઇ હતી.

 56 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર