ભવાનીપુરમાં BJP સાંસદ દિલીપ ઘોષ પર હુમલો

કોઇપણ પરિસ્થિતિમાં ચૂંટણી જીતવા માગે છે TMC : દિલીપ ઘોષ

પશ્વિમ બંગાળના ભવાનીપુર વિધાનસભા સીટ પર યોજાનાર પેટાચૂંટણી માટે પ્રચાર કરવા પહોંચેલા ભાજપ સાંસદ દિલીપ ઘોષ પર હુમલો થયો છે. BJPએ હુમલાનો આરોપ સત્તારૂઢ TMC કાર્યકર્તાઓ પર લગાવ્યો છે. આ દરમિયાન ટીએમસી અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે મારઝૂડ પણ થઇ છે. આ ઉપરાંત ટીએમસી કાર્યકર્તાઓએ દિલીપ ઘોષ વિરૂદ્ધ નારેબાજી કરી અને ધક્કા મુક્કી પણ કરી.

દિલીપ ઘોષએ કહ્યું કે પ્રચાર દરમિયાન સત્ત્તારૂઢ TMCના કાર્યકર્તાઓએ મારા પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે ટીએમસી કાર્યકર્તાઓએ ગુંડાગર્દી તરફ ટીમએમસી કોઇપણ ચૂંટણી જીતવા માંગે છે. 

નોંધનિય છે કે, ભવાનીપુર વિધાનસભા સીટ પર 30 સટેમ્બર વોટિંગ થવાનું છે અને આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. ભવાનીપુર પેટાચૂંટણીમાં TMC તરફથી મમતા બેનર્જી ઉમેદવાર છે, જ્યારે ભાજપના વકીલ પ્રિયંકા ટિબરેવાલને ઉતાર્યા છે. મમતા બેનર્જીને પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી બની રહેવા માટે આ ચૂંટણીમાં જીત જરૂરી છે, કારણ કે આ વર્ષે મે મહિનામાં પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં તેમને નંદીગ્રામ સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો હતો

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી