ચૂંટણી પ્રચાર દરમિયાન ધારસભ્ય પર થયો હુમલો
નવસારી જિલ્લામાં વાસદાના આદિવાસી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ધારાસભ્યની ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયતની ચૂંટણી અર્થે પ્રચાર કરવા ગયા હતા તે દરમિયાન હુમલો થયો હતો. આ મામલે પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચારમાં ગયા હતા તે સમયે ઉનાઈના ચરવી ગામના પટેલ ફળિયામાં મિટિંગ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ધારાસભ્યની કારને નિશાન બનાવી. ગાડીની પાછળનો કાચ તોડી નાખ્યા હતા, સ્થાનિકોને હુમલાની જાણ થતા આગેવાનો અને મહિલાઓ સ્થળ પહોચ્યા અને બાદમાં વાંસદા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને સૂત્રોચ્ચાર કરી આરોપીને પકડવાની માંગ કરી હતી.
બનાવની ગંભીરતાને જોઈ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનની બહાર વિરોધ કરતાં ધારાસભ્ય અને એમના સમર્થકને સમજાવવાનો પ્રયાસ કરાયો અને બાદમાં નાયબ પોલીસ અધિક્ષક સહિત તમામ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી હતી. આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી.
28 , 1