રામોલમાં કોન્સ્ટેબલ પર હુમલો, છરીનો એક ઘા માર્યો

બહાર નિકળવાનો પ્રયાસ કરતા મહિલાએ દરવાજો બંધ કરી દીધો, પાંચની ધરપકડ

શહેરના રામોલ વિસ્તારમાં સર્વલન્સ સ્કોડના કોન્સ્ટેબલ પર ટોળાએ ઘરમાં પૂરી બેરહેમી પૂર્વક માર મારી છરીનો એક ઘા મારી પર્સ પણ ઝૂંટવી લીધુ હતું. આ મામલે રામોલ પોલીસે એક મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરી વધુ તજવીજ હાથ ધરી છે.

રામોલ પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્કોડમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અજય સિંહ પ્રતાપસિંહે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે ગતે રોજ રાત્રિના સમયે લોકરક્ષક પ્રદિપસિંહ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ઉમિયા મેડિકલ સ્ટોર્સ આગળ પહોંચતા કેટલાક માણસોનું ટોળુ ભેગુ થયેલું હતું. જેમાં એક શખ્સના હાથમાં છરી વાગેલી હતી. પૂછપરછ કરતા ટોળામાં ઉભેલા સફેદ કલરના ચેક્સવાળા શર્ટ પહેરેલ ઇસમ સામે ઇશારો કર્યો હતો. ત્યારે પોલીસને જોઇને સફેદ કલરનો ચેક્સવાળો શર્ટ પહેરેલ આરોપી નીરજપાર્ક સોસાયટીમાં ભાગી ગયો હતો. દરમિયાન કોન્સ્ટેબલ અજય સિંહ અને પ્રદિપસિંહ નીરજ સોસાયટી તરફ ગયા હતા. આરોપી એક મકાનમાં ઘુસી ગયો હતો. તેનો પીછો કરતા કોન્સ્ટેબલ અજય સિંહ પણ તે મકાનમાં ગયા હતા. જ્યાં સફેદ કલરના ચેક્સવાળો આરોપી સહિત અન્યા લોકો હાજર હતા. જેમાં એક મહિલા પણ સામેલ હતી.

ચેક્સ શર્ટ વાળા આરોપીને પોલીસ સ્ટેશન આવવા માટે કહેતા પાંચેય લોકો ઉશ્કેરાઇ ગયા હતા. અને માર મારવા લાગ્યા હતા. ઘરની બહાર જવાનો પ્રયાસ કરતા મહિલાએ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. અ દરમિયાન સફેદ ચેક્સ શર્ટ વાળાએ ચાકુ કાઢી, તું પોલીસ વાળો હોય તો આઇ કાર્ડ બતાવ તેમ કહેતા કોન્સ્ટેબલે પોતાનું પાકિટ બહાર કાઢ્યું હતું ત્યારે એક ઇસમે હાથમાંથી પર્સ છીનવી લીધુ હતું. બાદમાં સફેદ ચેક્સ શર્ટ વાળાએ પોલીસ કોન્સ્ટેબલના હાથના અંગૂઠાના ભાગે છરીનો એક મારી દીધો હતો. પાંચેય ભેગા થઇને બેરહેમીથી માર મારતા બુમબુમ થતાં પ્રદિપસિંહ સહિત પોલીસના અન્ય માણસો આવી પહોંચ્યા હતા. અને વધુ માર મારતા છોડાવ્યા હતા. ત્યારબાદ મહિલા સહિત પાંચેય લોકોને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા.

પૂછપરછ દરમિયાન સફેદ ચેક્સ શર્ટ વાળાએ પોતાનું નામ વિશાલ ઉર્ફે પંડિત ગોસ્વામી તેમજ આરટીઓ રોડ વસ્ત્રાલ ખાતે રહેતો હોવાનું જમાવ્યું હતું. આ મામલે પોલીસે વિશાલ સહિત મંજુ વર્મા, સતીશ વર્મા, દિપક વર્મા, તેમજ મોહિત વર્માની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી