ભચાઉમાં દલિત પરિવાર પર હુમલો, મંત્રી પ્રદીપ પરમારે ઘટનાને વખોડી

ઘટના વખોડવાલાયક છે – મંત્રી પ્રદીપ પરમાર

કચ્છના ભચાઉમાં દલિત પરિવાર પર હુમલાની ઘટના સામે આવી હતી જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. કચ્છના ભચાઉના નેર ગામે દલિત પરિવારને મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં આવવાના મુદ્દે કેટલાક લોકો દ્વારા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈ રાજકિય નિવેદન બાજી સામે આવી છે, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી પર મંત્રી પ્રદીપ પરમારે આકરા પ્રહાર કર્યા છે.

મંદિરમાં આવવનાર દલિત પરિવાર મંદિરમાં કેમ પ્રવેશ્યો જેનું મન દુ:ખ રાખી પરિવાર પર 16થી વધુ લોકોએ હુમલો કર્યો જેમાં પરિવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો જો કે સ્થાનિક પોલીસે હુમલો કરનાર 16 આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિત વિવિધ કલમો લગાવી ફરિયાદ નોંધી છે. જેમાં 16 આરોપીઓ પૈકી 5 લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. હાલ તો પોલીસે 9 જેટલી ટીમો બતાવી ફરાર આરોપીઓને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

જો કે હવે દલિત પરિવાર પર હુમલાને પગલે રાજકારણ શરુ થઈ ગયું છે. કચ્છના ભચાઉમાં દલિત પરિવાર પર થયેલા હુમલા મામલે કોંગ્રેસે ફરાર આરોપીઓને શોધી તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તો સમગ્ર મામલે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદીપ પરમારે પણ નિવેદન આપતા જણાવ્યું છે કે જે દિવસે ઘટના બની ત્યારે કલેક્ટર અને એસપી સાથે ચર્ચા કરી હતી અને ફરિયાદની કોપી મંગાવી કઈ કલમો લગાવી તેનો અભ્યાસ કર્યો હતો.

નૌશાદ સોલંકી માત્ર ટ્વીટ કરે છેઃ પ્રદીપ પરમાર

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદીપ પરમારે ઘટનાને લઈને કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે નૌશાદ સોલંકી માત્ર ટ્વીટ કરે છે, એક ઘટનાને લઈને રાજ્યને બદનામ ના કરવું જોઈએ, આવી કોઈ પણ ઘટના વખોડવા લાયક છે. મહત્વનું છે કે હાલ તો કોંગ્રેસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને ન્યાયીક તપાસની માંગ કરી છે. મંદિરમાં પ્રવેશ કરવા મુદ્દે દલિત પરિવાર પર થયેલા હુમલા અંગે પોલીસે ફરાર આરોપીઓને શોધી કાઢવા ચક્રોગતિમાન કર્યા છે જ્યારે પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી