દહેગામ : નાંદોલમાં ચૂંટણીની અદાવતમાં મહિલા સદસ્ય અને તેમની દીકરી પર હુમલો

ઝપાઝપીમાં કપડા પણ ફાડી નાખ્યા હોવાનો આરોપ

ગાંધીનગરના નાંદોલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પંચાયત સભ્ય તરીકે ચૂંટાઈ આવેલા મહિલા સદસ્ય તેમજ તેમની દીકરી પર ચૂંટણીની અદાવતમાં ગામના પાંચ શખ્સોઓ એ હિંસક હુમલો કર્યો હતો. મહિલા સદસ્યનો બ્લાઉઝ તેમજ તેની દીકરીનો ડ્રેસ પણ ફાડી નાખવામાં આવ્યો હોવાના આરોપ લાગ્યા છે. આ મામલે સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે.

ગાંધીનગરના નાંદોલ ગામમાં રહેતાં ભાવનાબેન ભરતભાઈ જાદવે નોંધાવેલી ફરિયાદ મુજબ, તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સદસ્ય તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા છે. જેમના પતિ અને 21 વર્ષીય દીકરી ગઈકાલે દવાખાને ગયા હતા. તેમની દીકરી માનસી એકલી હતી અને ભાવનાબેન કામ અર્થે ગામમાં ગયા હતા. એ વખતે ફળીયા રહેતાં રમણ ખનાભાઈ સોનારા અને તેમનો ભાણિયો દીકરી સાથે માથાકૂટ કરતાં હોવાની જાણ થતાં ભાવનાબેન ઘરે દોડી ગયા હતા.

આ દરમિયાન કંટ્રોલમાં ફોન કરતાં પોલીસ પણ પહોંચી ગઈ હતી અને ત્યાં હાજર મૂકેશ ભુદરભાઈ સોનારાને પકડીને લઈ ગઈ હતી. આ અંગે ભાવનાબેનના પતિ પોલીસમાં અરજી આપી ઘરે પરત આવી ગયા હતા અને માથાકૂટ શાંત થઈ ગઈ હોવાનું માનીને ખેત મજૂરીએ જતાં રહ્યાં હતાં. જોકે, બપોર પડતાં જ રમણ સોનારા તેમજ તેમના ભાણિયાઓએ ફરીવાર ઘર આગળ આવીને જેમતેમ ભાષામાં માથાકૂટ શરૂ કરી હતી.

બાદમાં બ્રિજેશ મહેશભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈને ભાવનાબેનનાં માથાના વાળ તેમજ હાથ પકડીને ઘરની બહાર ઢસડી લાવ્યો હતો. આ ઝપાઝપીમાં ભાવનાબેનનો બ્લાઉઝ તેમજ તેમની બીજી દીકરીનો ડ્રેસ ફાટી ગયો હતો. તેમને લાકડી વડે માર પણ માર્યો હતો. આ ઝઘડાનો અવાજ સાંભળી બીજા ભાણિયાઓ તેમજ મહેશભાઈ પણ દોડી આવી ભાવનાબેનને ગાળો બોલવા લાગ્યા હતા.

બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવી બંને માં-દીકરીને વધુ માર માંથી છોડાવ્યા હતા. આ અંગે ભાવનાબેને ચૂંટણીની અદાવત તેમજ અગાઉના ઝઘડા બાબતે હુમલો કરનાર રમણ ખનાભાઈ સોનારા, બ્રિજેશ મહેશભાઈ, વીરેન મહેશભાઈ, મોનિશ ભરતભાઈ તેમજ મહેશ વિરુદ્ધ ફરિયાદ આપતા દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 60 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી