September 26, 2020
September 26, 2020

ગુજરાતની જાણીતી ગાયિકા કાજલ મહેરિયા પર હુમલો, નોંધાવી પોલીસ ફરિયાદ

 હુમલામાં સિંગર કાજલ મહેરિયાને ઝીંકાયો લાફો..

ગુજરાતના જાણીતા ગાયિકા કાજલ મહેરિયા પર હુમલો થયો હતો. ‘મળ્યા માના આર્શીવાદ’ ફેમ ગાયિકા કાજલ મહેરિયા પર આંતરિક ઝઘડામાં હુમલો થયો હતો. જેમાં એક શખ્સે લાફો ઝીક્યો હતો. આ મામલે ગાયિકાએ મોઢેરામાં બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

જાણીતી લોકગાયિલા કાજલ મહેરિયા પર થયેલા હુમલાથી ઢોલીવુડમાં ખળભળાટ મચી જવા ગયો છે. મહેસાણાના મોઢેરામાં કાજલ મહેરિયા ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના ભાઈની ખબર પૂછવા તેના ઘરે ગઇ હતી. ત્યારે અચાનક ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના વિરોધીઓ દોડી આવ્યા હતા અને અપશબ્દ બોલીને હુમલો કર્યો હતો. આ સાથે કાજલને લાફો મારવામાં આવ્યો હતો.

મોઢેરામાં સિંગર કાજલ મહેરિયાને બોલાચાલી થઈ હતી. પારિવારિક ઝઘડામાં બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં કાજલ મહેરિયાને માર મરાયાનો આરોપ લાગ્યો છે. ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના ભાઈની ખબર પૂછવા માટે કાજલ મહેરિયા મોઢેરા ઘરે ગઈ હતી, ત્યારે અસામાજિક તત્વોએ તેને લાફો મારીને હુમલો કર્યો હતો. આ ઘટનાને લઈને મોઢેરા પોલીસ સ્ટેશને 2 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ગુજરાતી સિંગર કાજલ મહેરિયા પર ઓર્ગેનાઇઝર બાબખાનના ઘરે સામાજિક કામ અર્થે ગઈ હતી. ત્યારે આ ઘટના બની હતી. ઓર્ગેનાઇઝર બાબાખાનના વિરોધીઓએ સિંગર પર હુમલો કર્યો હતો.

તાજેતરમાં મહેસાણાની લોક સિંગર કાજલ મહેરિયાએ ભારતના શહીદ સૈનિકોના સમર્થનમાં ચાઇનો બહિષ્કાર કર્યો હતો. ચીનને પાઠ ભણાવવા ચીનની વસ્તુઓનું બાયકોટ કરવા અપીલ કરી હતી. કાજલ મહેરિયાએ ટીકટોક અને અન્ય વિદેશી ચીજોનો બહિષ્કાર કર્યો હતો. ટીકટોકમાં 1 મિલિયન સમર્થકો હોવા છતાં કાજલ મહેરિયાએ તેના મોબાઇલમાંથી ટીકટોક હટાવી વિરોધ જતાવ્યો હતો.

 170 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર