પાવાગઢ પોલીસ પર હુમલો, બે યુવતીઓ સહિત 12 લોકોની અટકાયત

માસ્ક બાબતે કહેતા 12 જેટલા શખ્સોએ PSI સહિત પોલીસ ટીમ પર કર્યો હુમલો

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે ભાવિક ભક્તોની ભારે ભીડ એકઠી થઈ રહી છે. પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા માટે એકઠી થયેલ ભક્તોની ભીડને કારણે સોશ્યલ ડિસ્ટન્સ જળવાયુ નથી. તો એકઠા થયેલા ભક્તો માસ્ક વિના જોવા મળી રહ્યા છે. ત્યારે વડોદરાથી વડા તળાવ ખાતે ફરવા માટે આવેલા યુવક યુવતીઓને પોલીસે માસ્ક બાબતે કહેતા 12 જેટલા શખ્સો દ્વારા પોલીસ ટીમ પર હુમલો કરાયો હતો. જે બાદ પાવાગઢ પોલીસે તમામ શખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રવિવારે વડોદરાથી પાવાગઢ ફરવા આવેલા યુવક યુવતીઓને વડાતલાવ પાસે કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન, તેમજ માસ્ક વગર ટહેલતા હતા. આ દરમિયાન પાવાગઢ પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ એ.એમ પરમાર અને સ્ટાફના માણસોએ કાયદેસરની કાર્યવાહી કરી માસ્ક ન પહેર્યા હોવાનો દંડ ભરવા જણાવ્યું હતું.

યુવાનો અને સાથેની બે યુવતીએ પીએસઆઇ અને પોલીસ સ્ટાફને ઘેરી લઈ એક યુવાને હું આઈજી સાહેબના ડ્રાઈવરનો છોકરો છું કહી પીએસઆઇ પર હુમલો કરતા પોલીસે બે યુવતીઓ સહિત 12 સામે રાયોટિંગ પોલીસ પર હુમલો, સરકારી કામમાં અડચણ કોરોનાની મહામારી અંતર્ગત એપેડેમિક કોવિડ 19 રેગ્યુલેસન 2020 તેમજ ધી ડિઝાસટર મેમેજમેન્ટ 2005 એક્ટ સહિત કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અટકાયત કરેલા આરોપીઓના નામ

 • આશિષભાઈ ફતેહસિંહ ઠાકોર રહે.જેપી નગર સરદાર એસ્ટેટ પાસે આજવા રોડ વડોદરા
 • કૃણાલસિંહ ફતેહસિંહ ઠાકોર.જેપી નગર સરદાર એસ્ટેટ પાસે આજવા રોડ વડોદરા
 • ઝીલ જીગરભાઈ જોષી. રહે.સુરભી પાર્ક આજવા રોડ વડોદરા
 • હિતેશભાઈ વિનુભાઈ પરમાર.રહે.જેપી નગર સરદાર એસ્ટેટ પાસે આજવા રોડ વડોદરા
 • સુનિલભાઈ હરિવદન વાળા. રહે.જેપી નગર સરદાર એસ્ટેટ પાસે આજવા રોડ વડોદરા
 • પ્રવીણભાઈ રમણભાઈ તડવી. રહે.કમલ પાર્ક સોસાયટી ડભોઈ પાસે આજવા રોડ વડોદરા
 • જીતેશભાઈ સોમાભાઈ બારીયા .રહે.દરજી નગર વારસિયા રોડ વડોદરા
 • નિરવકુમાર દલસુખભાઈ પ્રજાપતિ.રહે.સોમા તળાવ ડભોઇ રોડ સાવન રેસીડેન્સી વડોદરા
 • ગૌરવ કનુભાઈ પરમાર.રહે.જેપી નગર સરદાર એસ્ટેટ પાસે આજવા રોડ વડોદરા
 • દિવ્યેશકુમાર અરવિંદભાઈ પ્રજાપતિ.રહે.ચિંતામણી રેસીડેન્સી ગોકુળ નગર વાઘોડિયા રોડ વડોદરા
 • ગીતાબેન અશિષભાઈ ઠાકુર.રહે.શ્રી હરિ ટાઉનશીપ આજવા રોડ વડોદરા
 • જ્યોતિકાબેન વિનોદભાઈ પરમાર રહે.જેપી નગર સરદાર એસ્ટેટ પાસે આજવા રોડ વડોદરા

 27 ,  1