સંવિધાન દિવસ પર PM મોદીના વિપક્ષ પર પ્રહાર

‘દેશ હવે બાબાસાહેબના વિરોધને સાંભળવા તૈયાર નથી’

‘એક જ પરિવાર પાર્ટી ચલાવ્યા કરે તે લોકતંત્ર માટે સૌથી મોટું સંકટ..’

સંવિધાન દિવસના પ્રસંગ પર પીએમ મોદીએ આજે સેન્ટ્રલ હોલમાં સંબોધન કર્યું છે. તેમણે પોતાના ભાષણની શરુઆત રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે શ્રદ્ધાંજલિ આપતા કરી. આ પ્રસંગે તેમણે વિપક્ષી પાર્ટીના શામેલ ન થવા પર પીએમે કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે આ વિરોધ આજથી નથી થઈ રહ્યો.

તેમણે પારિવારિ પાર્ટીઓ કહીને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર હુમલો કર્યો. પીએમએ કહ્યું કે અનેક દળ પોતાનું લોકતાંત્રિક ચરિત્ર ગુમાવી ચૂક્યા છે. પીએમએ કહ્યું ભારતમ એક એવા સંકટ તરફ વધી રહ્યું છે જે સંવિધાનને સમર્પિત લોકો માટે ચિંતાનો વિષય છે. લોકતંત્ર પ્રત્યે આસ્થા રાખનારા અનેક માટે ચિંતાનો વિષય છે અને તે છે પારિવારિક પાર્ટીઓ. તેમણે કહ્યું કે યોગ્યતાના આધાર પર એક પરિવારથી એકથી વધારે લોકો આવે. આનાથી પાર્ટી પરિવાર વાદી નથી બની જતી. પરંતુ એક પાર્ટી પેઢી દર પેઢી રાજનીતિમાં રહે છે.

વધુમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધીએ આઝાદીના આંદોલનમાં અધિકારો માટે લડતા કર્તવ્યો માટે તૈયાર રહેવાનો પ્રયાસ કર્યો હતો. સારુ થાત દેશના આઝાદ થયા બાદ કર્તવ્ય પર ભાર મુકવામાં આવતો. સંવિધાનની ભાવનાને ઠેસ પહોંચી છે. સંવિધાનની એક એક કલમને પણ ઠેસ પહોંચી છે. જ્યારે રાજનીતિક દળ પોતાનું લોકતાંત્રિક કેરેક્ટર ગુમાવી દે. જે દળ પોતે લોકતાંત્રિક કેરેક્ટર ખોઈ ચૂક્યા છે તે લોકતંત્રની રક્ષા કેવી રીતે કરી શકે છે.

બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતી હતી. આપણને બધાને લાગ્યું કે આનાથી પવિત્ર અવસર શું હોઈ શકે કે બાબાસાહેબ આંબેડકરે જે દેશને જે ભેટ આપી છે તેને આપણે હંમેશા એક સ્મૃતિ ગ્રંથ તરીકે યાદ કરીએ છીએ.

 12 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી