ખંભાળિયા નગરપાલિકા ઉપપ્રમુખના પુત્ર પર હુમલો, છરી બતાવીને ચલાવી લૂંટ

પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી

ખંભાળિયામાં રહેતા અને નગરપાલિકાના ઉપપ્રમુખના પુત્ર એવા એક વેપારી યુવાનને ભરબપોરે જાહેર માર્ગ પર અટકાવી બે શખ્સો દ્વારા બેફામ માર મારી અને છરીની અણીએ સોનાનો કિંમતી ચેન લૂંટી લેવા સબબ અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

દ્વારકાના ખંભાળિયા નગરપાલિકાના ઉપપ્રમુખના પુત્ર પર હુમલો કર્યા બાદ લૂંટ ચલાવવામાં આવી હતી. નાના એવા ખંભાળિયામાં આ ઘટનાએ ચકચાર મચાવી હતી. નગરપાલિકા ઉપપ્રમુખ જગુભાઇ રાયચુરાના પુત્ર પર કેટલાક શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી હતી.હૂમલો કર્યા બાદ આ શખ્સો ત્રણ તોલાની સોનાની ચેન છીનવી લઇ મારામારી કરવા સાથે છરી બતાવી સોનાની ચેન લઇ શખ્સો ફરાર થઇ ગયા હતા.

આ સમગ્ર લૂંટની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.પોલીસે આરોપી અક્રમ બ્લોચ અને કૈલાશનાથ કંથરાયની ધરપકડ કરી છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી