લખીમપુર ખીરી કાંડ હત્યાની જ કોશિશ, રાહુલે સરકારને લીધા આડે હાથ

‘મોદી જી, ફિર સે માફી માંગ ને કા ટાઇમ આ ગયા…’

ઉત્તર પ્રદેશના લખીમપુરમાં થયેલી હિંસાના મામલે એસઆઈટીએ કહ્યું છે કે, લખીમપુર હિંસા સુનિયોજિત ષડયંત્ર હેઠળ કરાઈ હતી, આ કોઈ દુર્ઘટના નહતી. લખીમપુર ખીરી કાંડને લઈ એસઆઈટીની તપાસમાં જે ખુલાસા થયા છે ત્યારબાદ વિપક્ષ કેંદ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

મામલાની તપાસ માટે બનાવાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે માન્યુ છે કે, ખેડૂતોને જીપ નીચે કચડવાની ઘટના પૂર્વયોજિત કાવતરુ હતી. આ વાત સામે આવ્યા  બાદ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ લખીમપુર ખીરી કાંડની એસઆઈટી તપાસ સાથે જોડાયેલા એક સમાચારનો સ્ક્રીનશોટ શેર કરી લખ્યું, મોદી જી, ફરી માફી માંગવાનો ટાઈમ આવી ગયો છે. પરંતુ પહેલા અભિયુક્તના પિતાને મંત્રી પદ પરથી હટાવો. એસઆઈટીની તપાસને લઈ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે સત્ય સામે છે.

દેશમાં હાલમાં જ ખેડુત આંદોલનનો અંત આવ્યો છે પણ મોદી સરકારને માટે મુસીબત યથાવત જ રહી છે. આ ખેડૂત આંદોલન સમયે બનેલા લખીમપુર ખીરી કાંડમાં નિયુક્ત કરાયેલી ખાસ તપાસ ટીમે સમગ્ર કાંડ પુર્વે યોજીત અને હત્યાના પ્રયાસ માટે જ થયો હતો, તેવો ધડાકો કરતા ગૃહ રાજયમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મીશ્રા અને અન્ય 12 આરોપીઓની મુશ્કેલી વધી ગઈ છે.

ખાસ તપાસ ટીમે આ ઘટનાની એફઆઈઆરમાં ખેડુતો પર કાર ચડાવી દેવાના આરોપમાં અકસ્માતની કલમ આરોપીઓ સામે દાખલ કરી હતી તે હટાવીને હત્યાના પ્રયાસની કલમ લગાવી દીધી છે તથા તેમાં ખતરનાક હથિયારોનો ઉપયોગ પણ થયો હોવાનો રીપોર્ટ આવતા કેન્દ્રની મોદી સરકારની મુશ્કેલી વધી ગઈ છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી