તું તારી પ્રેમીકા સાથે પ્રેમ સંબંધ કેમ રાખે છે તેમ કહી યુવકની હત્યાનો પ્રયાસ

નરોડા પોલીસે ફરિયાદ નોંધી ફરાર આરોપીની શોધખોળ આદરી

તું તારી પ્રેમીકા સાથે પ્રેમ સંબંધ કેમ રાખે છે તેમ કહીને એક શખ્સે યુવક સાથે મારામારી કરી પેટના ભાગમાં છરીનો ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. બીજી બાજુ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે છરી મારી યુવક પલાયન થઇ ગયો હતો. આ અંગે નરોડા પોલીસે છરી મારનાર શખ્સના વિરુદ્ધમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.

મુળ ગોધરાના અને હાલ નરોડા જીઆઈડીસીમાં રહેતા રાધાબેન વણજારા ઘરે રાત્રીના સમયે ઘરે હાજર હતા. ત્યારે તેમનો ભત્રીજો રાહુલ વણજારા લોહીલુહણ હાલમાં ઘરે આવ્યો હતો અને જણાવ્યું હતું કે, હું મારી પ્રેમીકાના ઘરે તેને સમજાવીને મીનીકાંકરીયા પાસેથી પસાર થતો હતો. તે દરમિયાન મીનીકાંકરીયાના ગેટ પાસે એક શખ્સે રોક્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, હું રવિ વણજારા છું તુ તારી પ્રેમીકા સાથે પ્રેમ સંબંધ કેમ રાખે છે તેમ કહીને ઝઘડો કરી મારઝુડ કરવા લાગ્યો હતો, ત્યારબાદ અચાનક જાનથી મારી નાખવાના ઈરાદે રવિએ છરી વડે હુમલો કરીને રાહુલના પેટના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. જેથી લોહીલુહાણ હાલતમાં રાહુલ નીચે પટકાયો હતો.

આ સમયે બુમાબુમ થતા લોકો ભેગા થઇ ગયા હતા. ત્યારે તકનો લાભ લઇ રવિ ત્યાંથી પલાયન થઇ ગયો હતો. લોહિલુહાણ હાલતમાં જેમ તેમ કરીને રાહુલ લથડીયા ખાતો ખાતો રાહુલ રાધાબેનના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ રાધાબેને ઈજાગ્રસ્ત રાહુલને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

બીજી બાજુ નરોડા પોલીસને ઘટનાની જાણ થતા પીએસઆઇ ડી.કે.મોરી સહિતનો પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં રાધાબેને રવિ વણજારાના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસો સહિતનો ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથધરી છે.

 23 ,  1