નિકોલમાં દીવાલ ચણવાની અદાવતમાં પતિ-પત્નીની હત્યાનો પ્રયાસ

આજ તો તને જાનથી પતાવી નાંખવો છે કહી યુવક છરી લઇ આવ્યો

પતિ-પત્ની સિવિલ હોસ્પિટલમાં દાખલ, નિકોલ પોલીસે તપાસ શરૂ કરી

શહેરન નિકોલ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પાડોશી વચ્ચે દીવાલ ચવણા મામલે દોઢ વર્ષ અગાઉ ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં ગઇકાલે યુવક આજ તો તને જાનથી પતાવી નાંખવો છે કહી ઘરેથી છરી લઇ આવ્યો હતો. ત્યારબાદ પતિ-પત્ની પર હુમલો કરી લોહીલુહાણ કરી નાંખ્યા હતા. જેથી બન્નેને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે નિકોલ પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ લઇ તપાસ શરૂ કરી છે.

શહેરના નિકોલ વિસ્તારમાં 58 વર્ષિય સોમાભાઇ મગનદાસ પટેલ પત્ની સુશીલાબહેન પરિવાર સાથે રહે છે અને નિવૃત્ત જીવન ગુજારે છે. સોમાભાઇની સોસાયટીમાં જ હરેશ પટેલ રહે છે. દોઢ વર્ષ પહેલાં સોમાભાઇએ મકાનની દીવાલ ઊંચી કરી હતી. જે દીવાલ ચણવા મામલે હરેશ સાથે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી હરેશભાઇ અવાર નવાર સોમાભાઇ સાથે ઝઘડો કરતા હતા. ગઇકાલે સોમાભાઇ સવારે દૂધ લેવા માટે બહાર રોડ ઉપર ગયા હતા. ત્યારે હરેશ રસ્તામાં મળ્યો હતો. સોમાભાઇને જોઇ હરેશે ગાળો બોલાવાની શરૂ કરી હતી. જો કે, સોમાભાઇએ ગાળો બોલવાની ન પાડતા હરેશે આજ તો તને જાનથી પતાવી નાખવો છે તેમ કહી પોતાના ઘરે જતો રહ્યો હતો. થોડી જ વારતમાં હરેશ ઘરમાંથી છરી લઇને બહાર આવ્યો હતો અને બુમાબુમ કરી સોમાભાઇના ઘરે પહોંચી ગયો હતો.

આ સમયે સોમાભાઇના પત્ની ઘરની બહાર આવ્યા હતા અને શું કામ ઝઘડો કરો છો તેમ કહેતા હરેશ ઉશ્કેરાયો હતો. તેણે છરી વડે હરેશભાઇની પત્ની પર હુમલો કર્યો હતો. આ સમયે પત્નીને છોડાવવા સોમાભાઇ વચ્ચે પડતા હરેશે તેમના પર પણ છરી વડે હુમલો કર્યો હતો. પતિ-પત્ની લોહીલુહાણ થઇ નીચે પટકાયા હતા અને બુમાબુમ થઇ ગઇ હતી. જેથી આસપાસના લોકો આવી ગયા હતા. જેથી હરેશ ત્યાંથી પલાયન થઇ ગયો હતો. બીજી તરફ લોહીલુહાણ હાલતમાં પતિ-પત્નીને સિવિલ હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

આ મામલે સોમાભાઇએ હરેશ પટેલ સામે હત્યાના પ્રયસાની ફરિયાદ નોંધાવતા નિકોલ પોલીસે તપાસ શરૂ કરી છે.

 54 ,  1