સુરતમાં મહિલાનો આપઘાતનો પ્રયાસ, સ્યૂસાઇડ નોટ કહી આપવીતી

મહિલાએ હાથની નસ કાપીને કર્યો આપઘાતનો પ્રયાસ

સુરતમાં લેભાગુ તત્વોના કારણે એક મહિલાને આત્મહત્યા કરવાની નોબત આવી છે. સુરતમાં ગાંધીબાગમાં જ પીડિત મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતા દોડધામ મચી હતી. સબંધીને રૂપિયા આપ્યા બાદ પરત ન કરતા નિરાધાર મહિલાના ઘરે ખાવાના પણ ફાંફાં પડી ગયા હતા. પોતાના હક્કના પૈસા આપવાની સંબધી દ્વારા ના પાડી દેતા મહિલાને આપઘાતનો વારો આવ્યો હતો. આપઘાતના પ્રયાસ પહેલા લખેલી સ્યૂસાઇડ નોટમાં આપઘાત કરવાના કારણ નામજોગ સહિત પીડિતાએ લખી નસ કાપી લીધી હતી.

પીડિત મહિલા મુસ્લિમ સમાજમાંથી આવે છે. ત્યારે મહિલાના સશક્તિકરણ માટે કામકરતી સંસ્થાને સમગ્ર ઘટનાની જાણ થતા ઘટના સ્થળ ગાંધીબાગ ખાતે દોડી આવી મહિલાને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાની હાલ સારવાર ચાલી રહી છે.

શું કહેવું છે આપઘાતનો પ્રયાસ કરનાર પીડિત મહિલાનું?

પીડિત મહિલા મીડિયાકર્મી સાથે કરેલી વાતચીતમાં આરોપ લગાવ્યા છે કે ” મારા રૂપિયા અલ્તાફ મહમંદ આઝમ ઝારુંલ્લા, અને અસ્ફાક મહમંદ આઝમ ઝારુંલ્લા એ લોકો પટની છે અને રાની મિયા મસ્જિદ પાસે સર્વિસ ગેરેજનું કામ કરે છે. એ લોકોએ મને ફોસલાવીને મારી પાસેથી મારી બચત મૂડીના લાખો રૂપિયા લઈ લીધા છે. મૈ તેમણે રૂપિયા પાછા આપવાનું કહેતા તે હવે ચોખ્ખી ના પાડે છે કે તને હવે તારા રૂપિયા નહીં મળે. જે કરવું હોય તો ઈ કર..! એ લોકો જમીન દલાલી અને મકાન લે વેચનું કામ કરે છે. ત્યારે અમારી પાસેથી તે રૂપિયા લઈ ગયા હતા અને હપ્તે હપ્તે કરીને પાછી આપીશું એવી વાત કરી હતી. પણ જ્યારે રૂપિયા આપવાનો સમય થયો ત્યારે હાથ ઊચા કરી લીધા. હાલ મારી સાથે મારી ઘરડી માં અને બહેન રહે છે, અમે એકલા જ છીએ. ઘરમાં ખાવાના પણ ફાંફાં પડી ગયા છે. માં બીમાર છે છતાંય અમારા હક્કના રૂપિયા આ બંને આપતા નથી જેથી મારે આપઘાતનો પ્રયાસ કરવો પડ્યો. અને જો હજુ પણ ન્યાય નહીં મળે તો હું આ પગલું ફરી ભરીશ તેવી ચીમકી પણ ઉચ્ચારી છે”.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી