અમદાવાદ : રાણીપમાં યુવતીનો આપઘાતનો પ્રયાસ, સુસાઇડ નોટમાં ત્રણ શખ્સો સામે ગંભીર આરોપ

 વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતા

શહેરના રાણીપ વિસ્તારમાં એક યુવતીએ આપઘાતનો પ્રયસ કર્યો હતો. ત્રણ ઈસમો દ્વારા યુવતીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપતા હોવાથી યુવતીએ ઝેરી દવા પીને આત્માહત્યાનો પ્રયાસ કર્યો હતો.યુવતીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી. રાણીપ પોલીસે તપાસ હાથ ધરી છે. યુવતીએ એક સુસાઇડ નોટ પણ લખી હતી.

યુવતીએ સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, હું આત્મહત્યા કરવા જાઉ છું. આ ત્રણે લોકો મને ખૂબ જ હેરાન પરેશાન કરે છે અને મારી નાંખવાની ધમકીઓ આપે છે. અપશબ્દો બોલે છે, મારે ઘરની બાર જવું જોખમ બની ગયું છે. આ લોકો ફરિયાદ પાછી ખેંચવા મજબૂર કરે છે. મેં 23-8-2021ના રોજ ગુનો દાખલ કરેલ છે. જલભાઈ કરશનભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે. ત્યારથી જલાભાઈ જેલમાં હોય અને તેના અંગત મિત્રો મારી જોડે ગુનો પાછો ખેચવા માટે અવાર-નવાર જ્યાં નીકળું ત્યાં આવીને એકલતાનો ફાયદો ઉઠાવીને મને હેરાન કરે છે.

એક બે વખત ગાડી લઈને આવેલ. કાળા કલરની આઇટેન લઈને આવેલા અને મને જબરજસ્તી અંદર બેસાડી દીધઈ અને મને ઉઠાવી આયા છીએ તું ગુનો પાછો ખેંચી લે. જલાભાઈએ અમને વીડિયો આપેલ છે. તે વાયરલ કરી દેશું અને તને ક્યાંયની નહીં રાખીએ.

 176 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી