એક હજાર પરિવારોનું એક દિવસ ચાલે એટલું પાણી….?

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલા પીપળજ રોડ પરના ગણેશનગરના લાકડાના પીઠામાં રવિવારે બપોરે લાગેલી ભીષણ આગને પગલે બ્રિગેડ કોલ જાહેર કરવો પડ્યો હતો. આગમાં લાકડા, રબ્બર, ફર્નિચર સહિતનો સરસમાન બળીને ખાખ થઇ ગયો હતો.

તો બીજી તરફ 60 જેટલા ફાઇટરોએ દોઢ કરોડ લીટર પાણીનો મારો ચલાવી આગ પર ભારેજહેમત બાદ આશરે 6 કલાકે કાબૂ મેળવ્યો હતો. જોકે, હજુ સુધી લોકડા વેર વિખેર હોવાથી ફરી આગ લાગે નહીં તે માટે રાતભર 13 ફાયર ફાઇટરોને તૈનાત કરી પાણીનો મારો ચાલું રખાયો હતો.

ઉલ્લેખનિય છે કે, એક પરિવારને દૈનિક 700 લીટર પાણી વપરાશ માટે જોઇએ તે મુજબ 21,428 પરિવાર દૈનિક વાપરી શકે તેટલો પાણીનો ઉપયોગ આગ બુઝાવવા કરવો પડ્યો હતો.

 48 ,  3