WC-2019: ઇંગ્લેન્ડ 27 વર્ષ પછી વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું, ઓસ્ટ્રેલિયા બહાર

ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ઇંગ્લેન્ડ 27 વર્ષ પછી ચોથી વાર વર્લ્ડ કપની ફાઇનલ રમશે. જયારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પહેલી વાર સેમિફાઇનલમાં હાર્યું છે.

224 રનનો પીછો કરતાં ઇંગ્લેન્ડે 32.1 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તેઓ 14મી જુલાઈએ લોર્ડ્સ ખાતે કિવિઝ સામે પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બનવા મેદાને ઉતરશે.

એજબેસ્ટન મેદાન પર ચાલી રહેલા આ મુકાબલા માટે ઓસ્ટ્રેલિયાના કપ્તાન એરોન ફિન્ચે એક ફેરફાર કર્યો છે. ઈજાગ્રસ્ત ઉસ્માન ખ્વાજાની જગ્યાએ પીટર હેન્ડ્સકોમ્બને સામેલ કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડે પોતાની ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ મુકાબલામાં જે ટીમ જીતશે તે ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે રમશે.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી