ભારતે ઑસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ મેચ 8 વિકેટે જીતી લીધી, સીરિઝમાં 1-1ની બરાબરી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 8 વિકેટથી વિજય થયો હતો.મેચ જીતવા 70 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ગિલ 35 અને રહાણે 27 રને નોટ આઉટ રહ્યા હતા. આ પહેલા   મયંક અગ્રવાલ 5 અને પુજારા 3 રન બનાવી આઉટ થયા હતા. બીજી ટેસ્ટમાં જીત સાથે સીરિઝ 1-1થી સરભર થઈ ગઈ છે. ત્રીજી ટેસ્ટ સિડનીમાં રમાશે.

ઓસ્ટ્રેલિયાની છેલ્લી 4 વિકેટ ઉમેર્યા 101 રન

ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં 200 રનમાં ઓલઆઉટ થયું હતું. જેના કારણે ભારતને જીતવા 70 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી કેમરૂન ગ્રીને સર્વાધિક 45 રન બનાવ્યા હતા. વેડે 45, લાબુશાનેએ 28 રન બનાવ્યા હતા. ભારત તરફથી સિરાજે 3, અશ્વિન, જાડેજા અને બુમરાહે 2-2 તથા ઉમેશ યાદવને 1 વિકેટ મળી હતી.ઓસ્ટ્રેલિયાએ 99 રનમાં જ 6 વિકેટ ગુમાવી દીધી હતી. તેમ છતાં 200 રન સુધી પહોંચવામાં સફળ થયા હતા. છેલ્લી 4 વિકેટ 101 રન ઉમેરતા ભારતને જીતવા 70 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 200 રન બનાવવા 103 ઓવર લીધી હતી. 1978-79 પછી ઓસ્ટ્રેલિયાએ ઘર આંગણે રમતી વખતે આટલી ધીમી બેટિંગ પ્રથમ વખત કરી હતી.

 49 ,  1