September 19, 2020
September 19, 2020

ઉડ્ડયનમંત્રીએ મૃતક પરિવારજનોને 10-10 લાખ સહાયની કરી જાહેરાત

મૃતકોના પરિવારને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોને 2-2 લાખ રૂપિયાનું વળતર

કેરળના કોઝિકોડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિમાન ગમખ્વાર દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. એર ઈન્ડિયા એક્સપ્રેસનું બોઈંગ- 737 વિમાન કોઝિકોડ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી સમયે રન-વે પર લપસી ગયું હતું અને 35 ફુટ ઉંડી ખીણમાં ખાબક્યું હતું અને ત્યાર બાદ વિમાનના બે ટૂકડા થઈ ગયાં હતાં. દુર્ઘટનામાં પાયલટ અને કો-પાઈલટ સહિત 21 લોકોનાં મોત થયાં છે.

ઉડ્ડયનમંત્રી હરદીપ સિંહ પુરી આજે કોઝિકોડ પહોંચ્યા હતા. તેમણે મૃતકોના પરિવારને 10-10 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. જે લોકોને સામાન્ય ઈજા પહોંચી છે તેમને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.

લેન્ડિંગ સમયે થઇ હતી વિમાન દુર્ઘટના

દુબઇથી 184 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બરને લઇને ભારત આવેલા એર ઇન્ડિયાના એક વિમાન સાથે રનવે પર લેન્ડિંગ સમયે જ ભયાનક દુર્ઘટના ઘટી હતી, કેરળના કોઝિકોડના કાલીકટ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે જ આ વિમાન ક્રેશ થઇ ગયું હતું.જેને પગલે બન્ને પાઇલટ અને ક્રૂ મેમ્બર સહિત 21 લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. લેન્ડિંગ સમયે જ વિમાને કાબુ ગુમાવી દીધો હતો અને રનવેને પાર કરીને ખાડીમાં 35 ફુટ નીચે જતુ રહ્યું હતું. વિમાનના બે ટુકડા થઇ ગયા હતા.

 50 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર