September 23, 2021
September 23, 2021

Tokyo Paralympicsમાં અવની લેખરાનો કમાલ

ગોલ્ડ બાદ જીત્યો બ્રોન્ઝ મેડલ

ભારત માટે ટોક્યો પેરાલિમ્પિકમાં શુક્રવારનો દિવસ ખાસ રહ્યો છે. ટોક્યો પેરાલિમ્પિકમાં દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર અવની લેખારાએ મહિલાઓની 50 મીટર રાઇફલ P-3 SH-1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો જેને પગલે અવનિ લેખરાએ એક જ પેરાલિમ્પિકમાં ગોલ્ડ અને બ્રોન્ઝ એમ બે મેડલ મેળવનાર પ્રથમ ભારતીય બની ગઈ છે.

અવની લેખારાએ અગાઉ 30 ઓગસ્ટના રોજ સમાન પેરાલિમ્પિક્સમાં 10 મીટર એર રાઇફલ ક્લાસ SH-1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવનીએ 21 શૂટરમાંથી સાતમા સ્થાને રહીને ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. અવનીએ 60 શ્રેણીમાં છ શોટ બાદ ગોલ્ડ મેડલ મુકાબલામાં 621.7 નો સ્કોર કર્યો હતો, જે ટોચના આઠ શૂટર્સ દ્વારા શ્રેષ્ઠ હતો.

નોંધનીય છે કે, ટોક્યો પેરાલિમ્પિકમાં આજે પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં મેડલ જીત્યા બાદ અવની લેખરાએ શૂટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પુરુષોની ટી-64 માં પ્રવીણ કુમારે હાઇ જમ્પમાં નવા એશિયન રેકોર્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો છે.

 46 ,  1