September 19, 2020
September 19, 2020

ડ્રગ્સ કેસ સંસદમાં ગાજ્યો : જયા બચ્ચન બોલી – બોલિવૂડને બદનામ કરવાનું ષડયંત્ર, કંગનાએ કર્યો પલટવાર

આ શરમજનક છે, જે થાળીમાં ખાય છે તેમાં જ કરે છે છેદ : જયા બચ્ચન

સંસદનાં મોનસૂન સત્રનાં બોલિવુડ ડ્રગ્સ કનેક્શનનો મુદ્દો ગાજ્યો હતો. રાજ્યસભા સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચને ભોજપુરી અભિનેતા તથા ગોરખપુરના સાંસદ રવિ કિશન પર લોકસભા સત્રમાં નિશાન સાધ્યું છે. જયા બચ્ચને રવિ કિશનનું નામ લીધા વગર કહ્યું કે બોલિવુડને બદનામ કરવામાં આવી રહ્યું છે. આ બદનામીમાં એવા લોકો સામેલ છે જેઓ જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે. 

સત્રનાં પહેલાં દિવસે BJPનાં સાંસદ રવિ કિશને લોકસભામાં માદક પદાર્થનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભાજપનાં સાંસદ રવિ કિશને દાવો કર્ય હતો કે, પાડોશી મુલ્ક ચીન અને પાકિસ્તાન હિન્દુસ્તાનની યુવા પેઢીને બરબાદ કરવા માટે નશીલા પદાર્થની તસ્કરી કરી રહ્યું છે અને નશાની આ જાળમાં મોટી સંખ્યામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં લોકો પણ શામેલ છે.

રવિ કિશનનાં દાવા પર સમાજવાદી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ જયા બચ્ચનએ સદનમાં પ્રતિક્રિયા આપી હતી. જયા બચ્ચને નામ લીધા વગર કહ્યું કે, ‘ફિલ્મ ઉદ્યોગમાં જ શામેલ લોકો સોશિયલ મીડિયા દ્વારા ભડકી રહ્યાં છે. ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવનારા તેને નાલી કહે છે. હું આ વાતથી સંપૂર્ણ અસહમત છુ મને આશા છે કે, સરાકર આવા લોકોને આ પ્રકારની ભાષાનો ઉપયોગ ન કરવા માટે કહેશે.’

જયા બચ્ચને નામલીધા વગક આડકતરીક રીતે પ્રહાર કરતા કહ્યું કે, કેટલાંક લોકો ફિલ્મ ઉદ્યોગની છબિને ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે. આ શરમજનક છે. ‘ તેમણે કહ્યું કે, ‘ફિલ્મ ઉદ્યોગ લોકોનાં રોજગારનો એક સ્ત્રોત છે. તે હમેશાં સરકારની મદદ કરવાં આગળ આવ્યો છે. તેથી હું આપને ઉદ્યોગને સમર્થન કરવાનો અનુરોધ કરું છું. ‘ જયા બચ્ચને કહ્યું કે, જે થાળીમાં કાય, તેમાં જ છેદ કરી રહ્યાં છે.

જયા બચ્ચને વધુમાં કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને કરવામાં આવેલા વાયદા હજુ પૂર્ણ થયા નથી. સરકારે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના સમર્થનમાં આવવું જોઈએ. આ ઈન્ડસ્ટ્રી હંમેશા સરકારને મદદ માટે આગળ આવતી રહી છે. સરકાર કોઈ પણ કામ કરે ત્યારે તેનું સમર્થન કરે છે. જ્યારે કોઈ આપદા આવે છે તો બોલિવૂડના લોકો પૈસા આપે છે. 

કંગનાએ જયા ઉપર કર્યો પલટવાર

અભિનેત્રી કંગના રનૌતે જયા બચ્ચનના નિવેદન પર ટ્વિટ કરીને તિખી પ્રતિક્રિયા આપી છે. તેને કહ્યું, જયા જી, તમે ત્યારે પણ એ જ વાત કહેશો, જો મારી જગ્યાએ તમારી દીકરી શ્વેતાને ટીનએજમાં મારવામાં આવત, ડ્રગ અપાત અને છેડખાની કરવામાં આવી હોત. શું તમે ત્યારે પણ આ જ કહેત જો અભિષેક સતત બુલિંગ અને ઉત્પીડનની ફરિયાદ કરત અને એક દિવસ ફાંસી પર લટકેલ મળે? અમારા માટે પણ કરૂણાથી હાથ જોડીને દેખાડો.

ભોજપુરી ફિલ્મોનાં સુપરસ્ટાર ભાજપનાં સાંસદ રવિ કિશનનું આ નિવેદન તે સમયે સામે આવ્યું જ્યારે NCBએ શનિવારે એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે મુંબઇ અને ગોવામાં ઘણાં સ્થાન પર છાપો માર્યો હતો. ડ્રગ્સ સેવનથી જોડાયેલાં કેસમાં NCBએ થોડા સમય પહેલાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી.

 93 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર