આયેશાના પિતાની વ્યથા – મારી દીકરીના હત્યારાને માફ નહીં કરું, મારે ન્યાય જોઈએ

આરોપી આરીફને ફાંસીની સજા થાય તેવી માંગ 

આયેશા જ્યારે ગર્ભવતી હતી ત્યારે સસરા દ્વારા માર મારવામાં આવતા પ્રેગનેન્સી મિસ થઇ ગઇ હતી

આપઘાતની એક એવી ઘટના સામે આવી કે જે જોઈને કદાચ કોઈના પણ  રૂવાંડા ઉભા થઈ જાય. પરણિતાએ અંતિમ વિડીયો બનાવીને સાબરમતી નદીમા ઝંપલાવીને આપઘાત કરી લીધો. અઢી વર્ષના લગ્ન જીવનમા પતિના માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ અંતિમ પગલુ ભર્યુ. યુવતીનો અંતિમ વીડીયો અને પરિવાર સાથેની વાતચીતના ઓડીયોને લઈને પોલીસે પતિ વિરૂધ્ધ દુષ્પેરણાની ફરિયાદ નોંધી તપાસ શરૂ  કરી. આ બાજુ પતિનું એક વોટ્સએપ સ્ટેટસ પણ હાલ લોકોને ચોંકાવી રહ્યું છે. જો કે આ અંગે આજે તેના પરિવાર દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. 

આયેશાના પરિવારે પત્રકાર પરિષદમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા હતા. આઈશાએ આપઘાત પહેલા તેના પતિ આરીફ સાથે વાત કરી હતી. આઈશાએ સામાન્ય વાતો શરૂ કરી હતી પણ આરીફ વારંવાર વટવામાં નોંધાવેલી ફરિયાદ પાછી લેવા દબાણ કરી ત્રાસ આપતો હતો અને તેથી જ તે તેને લઈ જવાની મનાઈ કરતો રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બીજી તરફ આરીફને શોધવા રિવરફ્રન્ટ પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી છે. ત્યાં તેને શોધી રહી છે પણ એ વાત સામે આવી કે આયશાએ આપઘાત કર્યા બાદ જે વીડિયો વાયરલ થયો તે જોઈને આરીફ ભાગી ગયો હતો.

સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરનારી વટવાની આઈશાએ તેના અંતિમ વીડિયોમાં પતિને ભલે માફી આપી હોય, પરંતુ તેના પિતા લિયાકતઅલી મકરાણી તેને માફ કરવા તૈયાર નથી. આઈશાના પિતાએ કહ્યું હતું કે ‘મને કોઈ રૂમ ભરીને પૈસા આપે તોપણ હું મારી દીકરીના હત્યારાને માફ નહિ કરું. તેણે મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરી છે, તેની જિંદગી દોજખ બનાવી દીધી હતી. તે મારી દીકરીનો હત્યારો છે, તેને ક્યારેય માફ નહિ કરું.’

પિતાએ આરોપ લગાવ્યો હતો કે, આયેશા જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેના સસરા દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. આરીફ ખાનને માર મારવાના કારણે તેની પ્રેગનેન્સી મિસ થઇ ગઇ હતી. ત્યાર બાદ તેઓ આયેશાને તેના પિયર મુકી ગયા હતા. ત્યાર બાદ આયેશાના પિતા પાસે ડોઢ લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. જ્યાં સુધી પૈસા નહી મળે ત્યાં સુધી તેઓ આયેશાને તેડી નહી જાય તેવી પણ વાત કરી હતી. 

આયેશાના પિતાએ વધુમાં જણાવ્યું કે, હું ઝાલોર ગયો અને તેને લઇ અમદાવાદ આવી ગયો હતો. ગઈ 21 ઓગસ્ટે વટવામાં આયેશાએ તેના પતિ આરીફ ખાન, સાસુ- સસરા, નણંદ સામે ડોમેસ્ટિક વાયલન્સની ફરિયાદ પણ નોંધાવી હતી. હું ક્યારેય મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરનારને માફ કરીશ નહીં. મારે ન્યાય જોઈએ છે.

 91 ,  1