અયોધ્યા જમીન વિવાદ: મધ્યસ્થતા પેનલ 31 જુલાઈ સુધીમાં અંતિમ રિપોર્ટ સોંપે

અયોધ્યા જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુરુવારે મધ્યસ્થતા કમિટીનો રિપોર્ટ જોયા પછી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે મધ્યસ્થતા કમિટીને 31 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. ત્યારપછી 2 ઓગસ્ટથી બપોરે 2 વાગ્યાથી ઓપન કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મામલે એક પક્ષકાર ગોપાલ સિંહ વિશારદની અરજી પર સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટી પાસે રિપોર્ટ માંગ્યો હતો. મધ્યસ્થતા કમિટીએ રજૂ કરેલો રિપોર્ટ કોર્ટની પાંચ જજની બંધારણી બેન્ચે જોયો હતો. રિપોર્ટને જોયા પછી બેન્ચે મધ્યસ્થતા કમિટીને 31 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. ત્યારપછી 2 ઓગસ્ટે ઓપન કોર્ટમાં આ કેસની સુનાવણી કરવામાં આવશે.

માનવામાં આવે છે કે, 2 ઓગસ્ટે પણ કોર્ટ મધ્યસ્થતા કમિટી પાસે રિપોર્ટ માંગી શકે છે. આ પ્રગતિ રિપોર્ટના આધાર પર સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે કે આ વિવાદનો ઉકેલ મધ્યસ્થતા કમિટીથી આવી શકશે કે નહીં

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી