September 28, 2020
September 28, 2020

રામ મંદિર નિર્માણના ઉલ્લાસમાં ડૂબી અયોધ્યા, ગુજરાતથી સાધુ-સંતો થયા રવાના

 રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમને તૈયારીઓ પૂર્ણ.. અનુષ્ઠાનનો પ્રારંભ થયો.. 

અયોધ્યા રામમલ્લાના ભવ્ય મંદિરના નિર્માણના ઉલ્લાસમાં ડૂબી જોવા મળી રહી છે. ઠેર-ઠેર ઘર-ઘર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. આજે મંગળવાર છે એટલે કે ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજીનો દિવસ. આજના દિવસે સમગ્ર દેશ અયોધ્યામાં આવતી કાલે થનારા ભૂમિપૂજનની રાહ જોઈ રહ્યો છે. જો કે ભૂમિપૂજન અગાઉ આજે રામ અર્ચનાના કાર્યક્રમ થશે. હનુમાનગઢીમાં સવારે હનુમાન પૂજન કરવામાં આવ્યું.

ભૂમિ પૂજનમાં સામલે થવા માટે મહેમાનોનું આગમન શરૂ થઇ ગયું છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ લખનઉ પહોંચી ગયા છે. અહીંથી તેઓ અયોધ્યા માટે રવાના થશે. ગુજરાતથી સાત સંતોને ભૂમિ પૂજન માટે આમંત્રણ મળ્યું છે. તમામ સંત અમદાવાદથી અયોધ્યા માટે રવાના થયા. સંત આશરે સાત કિલો ચાંદી લઇને નીકળ્યાં છે. જેને તેઓ ટ્રસ્ટને ભેટ આપશે.

અયોધ્યામાં આવતીકાલે થનારા રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમને તૈયારીઓ પૂર્ણ થઈ છે..અને અનુષ્ઠાનનો પ્રારંભ થયો છે…જે અંતર્ગત આજે રામ અર્ચનાનો કાર્યક્રમ છે..રામ અર્ચનાના કાર્યક્રમ પહેલા હનુમાન ગઢીમાં હનુમાનજીની પૂજા થઈ. હનુમાનજી અયોધ્યાના અધિષ્ઠાતા હોવાથી તેમની પૂજા કરવામાં આવી. ભૂમિપૂજનમાં જે શિલાનો ઉપયોગ થશે તેનું પણ આજે પૂજન થશે.

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર