September 21, 2020
September 21, 2020

Ram Mandir Bhumi Pujan : PM મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો, ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું અયોધ્યા

અયોધ્યામાં શ્રીરામ…! મંદિરનો ભવ્ય શિલાન્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન કર્યું છે. આ પહેલાં તેમણે હનુમાન ગઢી અને ત્યારપછી રામલલ્લાને સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા.  સમારોહ પૂર્વે વડા પ્રધાન હનુમાનગઢીમાં પૂજા અને દર્શન કર્યા. આ પછી, પ્રધાનમંત્રી શ્રી રામ જન્મભૂમિ જશે જ્યાં તેઓ ‘ભગવાન શ્રી રામલાલા વિરાજમાન’ની પૂજા અને દર્શનમાં સામેલ થશે. આ પછી તેઓ પરીજાતનું વાવેતર કરશે અને ત્યારબાદ ભૂમિ-પૂજન કરશે.પ્રધાનમંત્રી ‘શ્રી રામ જન્મભૂમિ મંદિર’નો શિલાન્યાસ માટે તકતીનું અનાવરણ કરશે અને’ શ્રી રામ જન્મભૂમિ મંદિર ‘પર એક સ્મારક ટપાલ ટિકિટ પણ જારી કરશે.

  • PM મોદીએ મૂકી રામ મંદિરની આધારશિલા
  • PM મોદીએ રામ લલાના કર્યા દર્શન, રામ મંદિર ભૂમિ પૂજન વિધિનો પ્રારંભ
  • ભૂમિ પૂજન વિધિમાં સીએમ યોગી, આનંદી બેન પટેલ તેમજ મોહન ભાગવત હાજર
  • વડાપ્રધાન મોદીએ રામલલ્લા સામે સાષ્ટાંગ પ્રમાણ કર્યા હતા. આ ઉપરાંત તેમણે રામ જન્મભૂમિ પરિસરમાં પારિજાતનો છોડ લગાવ્યો
  • વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 વર્ષ બાદ અયોધ્યા પહોંચ્યા છે અને તે પહેલાં તે 1992માં અયોધ્યા આવ્યા હતા. તે સમયે તે રામ મંદિર આંદોલનનો ભાગ હતો અને તે સમયે તે અયોધ્યામાં રામલલાના દર્શન કરવા માટે પહોચ્યા હતા. 
  • મોદી સૌથી પહેલાં હનુમાનગઢીના દર્શન કર્યા. તેના કારણે આખા મંદિરને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. મંદિરની આજુબાજુ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
  • અયોધ્યા પહોંચેલા બાબા રામદેવે કહ્યું કે, આજે ઐતિહાસીક દિવસ છે. આજનો દિવસ લાંબા સમય સુધી યાદ રહેશે. મને મંદિર નિર્માણ વિશે સંપૂર્ણ વિશ્વાસ છે. દેશમાં રામરાજ્યની સ્થાપના થશે.

આજના ઐતિહાસિક દિવસને લઈ અયોધ્યા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે.. રામમય થયેલી અયોધ્યામાં છેલ્લાં ત્રણ દિવસથી સતત ધાર્મિક અનુષ્ઠાનો ચાલી રહ્યાં છે.. અને ભૂમિપૂજનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અયોધ્યામાં આગમન થયાં બાદ તેઓ સૌથી પહેલાં હનુમાનગઢી જશે ત્યાં પૂજાવિધિ કર્યા બાદ ભૂમિપૂજન સ્થળે જશે.. જ્યાં રામ લલાના દર્શન કરીને ભૂમિપૂજન કરશે.. પ્રધાનમંત્રી આ પ્રસંગે ખાસ એક શિલા પાટનું પણ અનાવરણ કરશે અને મંદિરના નવા મોડલની પોસ્ટ ટિકિટનું પણ લોકાર્પણ કરશે.., આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામમંદિર પરિસરમાં પારિજાત છોડનું પણ વૃક્ષારોપણ કરશે..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ભૂમિપૂજનનાં મંચ પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્રના મહંત નૃત્યગોપાલ દાસ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત પણ ઉપસ્થિત રહેશે..શ્રીરામ જન્મભૂમિ તિર્થક્ષેત્રમાં ભૂમિ પૂજન સમારોહ માટે વિવિધ આધ્યાત્મિક સંસ્થાઓનાં 135 સંતોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.. જેમાંથી કેટલાંય સંતો અયોધ્યાનગરી પહોંચી ગયા છે જ્યારે કેટલાંક પહોંચનારા છે.. રામમંદિરના ભવ્ય કાર્ય આરંભ હોવાનો ઉલ્લાસ અયોધ્યાના સાધુ સંતો -મહંતો સહિત તમામ લોકોમાં જોવા મળી રહ્યો છે.. સૌ કોઈ આનંદના ઉત્સાહમાં ડુબેલા જોવા મળી રહ્યાં છે. આનંદ એટલાં માટે પણ છે કે, ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રામમંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે..

 203 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર