અયોધ્યા આતંકી હુમલામાં 14 વર્ષ પછી ચુકાદો, 4ને આજીવન કેદ, 1નો નિર્દોષ છૂટકારો

અયોધ્યા રામ જન્મભૂમિના પરિસરમાં થયેલા આંતકી હુમલા મામલે કોર્ટે 14 વર્ષ બાદ મોટો ચુકાદો આપ્યો છે. કૉર્ટે ચાર દોષિતોને આજીવન જેલની સજા સંભળાવી છે. જ્યારે એક આરોપી મોહમ્મદ અઝીઝને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

કોર્ટે ઈરફાન, મોહમ્મદ શકીલ, મોહમ્મદ નફીસ, આસિફ ઈકબાલ ઉર્ફે ફારુકને આજીવન કેદની સજા સંભળાવી છે. તેમના પર અઢી લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. નિર્ણયને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આરએસએફ અને પીએસીની વધારે ફોર્સ પણ તહેનાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જજ દિનેશ ચંદ્રની કોર્ટમાં બંને પક્ષો વચ્ચે ચર્ચા 11 જુને જ પૂર્ણ થઇ ગઇ હતી. આતંકી સંગઠન લશ્કર એ તૌયબા દ્વારા કરાવવામાં આવેલા આ હુમલામાં એક ટૂરિસ્ટ ગાઇડ સહિત 7 લોકોનાં મોત થયા હતા. જ્યારે પોલીસની જવાબી કાર્યવાહીમાં 5 આતંકી માર્યા ગયા હતા. તો સીઆરપીએફ અને પીએસીના 7 જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી