September 26, 2020
September 26, 2020

આઝમ ખાનની ચીમકી – ભૂમિપૂજનમાં જો આમંત્રણ નહીં મળે તો સરયૂ નદીમાં જળસમાધી લઈશ !

મુસ્લિમ કારસેવક મંચના અધ્યક્ષે આપી ચીમકી – ભૂમિ પૂજનમાં આમંત્રિત કરવામાં ન આવ્યા તો, સરયૂ નદીમાં જળસમાધી લઇશે

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનની તૈયારીઓ શરૂ થઇ છે. આગામી 5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમમાં મર્યાદીત લોકો જ સામેલ થઈ શકશે. હાલ CM યોગી અયોધ્યામાં છે. ભૂમિ પૂજન કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે.

મુસ્લિમ કારસેવક મંચના અધ્યક્ષ આઝમ ખાને કહ્યું હતું કે, તેમણે પણ અયોધ્ય જઈને એક પ્રતિજ્ઞા લીધી છે. તેમનું કહેવુ છે કે, ભૂમિ પૂજન કાર્યક્રમમાં જો તેમને આમંત્રિત કરવામાં ન આવ્યા તો, તેઓ સરયૂ નદીમાં જળસમાધી લઈ લેશે. તેમનું માનવું છે કે, રામ મંદિર નિર્માણ માટે તેમણે અનેક આંદોલનો કર્યા છે. તેઓ ભગવાન રામને માનનારા છે. તેઓ પણ ભગવાન રામના ભક્ત છે.

ભગવાન રામને કોઈ પણ ધર્મ અથવા જાતિમાં વહેંચી શકાય નહીં. એટલા માટે તેઓ પણ આ પુણ્યના કામમાં ભાગીદાર થવા માગે છે. અયોધ્યા પહોંચેલા આઝમ ખાને કહ્યુ હતું કે, ભગવાન રામને તેઓ આરાધ્ય દેવ માને છે. જે રીતે ભગવાન રામ તથા લક્ષ્મણે અયોધ્યામાં સરયૂ નદીમાં જળસમાધી લીધી હતી, તેવી રીતે તેઓ પણ જળસમાધી લઈ લેશે. આઝામ ખાને રામલલાના દર્શન કર્યા અને રામમંદિર પરમહંસની સમાધી પર શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી.

 88 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર