અઝીમ પ્રેમજી દેશના સૌથી મોટા ‘દાનવીર’

પ્રેમજીએ 2021 માં 9713 કરોડ રુપિયાનું દાન કર્યું

વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ 2021 માં 9713 કરોડ રુપિયાનું દાન આપીને દાનવીરોની યાદીમાં ટોપનું સ્થાન મેળવ્યું છે. અઝીમ પ્રેમજીએ દરરોજ લગભગ 27 કરોડનું દાન આપ્યું છે. દાન આપવાના મામલે પ્રેમજી હજુ પણ ટોપ રેન્કિંગમાં છે. અઝીમ પ્રેમજીએ મહામારીના વર્ષ દરમિયાન તેમના દાનમાં લગભગ એક ચતૃથાંસનો વધારો કર્યો હતો. એડલગિવ હુરુન ઇન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2021 મુજબ એચસીએલના શિવ નાદર બીજા ક્રમે હતા, જેણે 1,263 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું.

મુકેશ અંબાણીએ 577 કરોડ રૂપિયાનું દાન કર્યું

ભારતના સૌથી ધનિક વ્યક્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીએ 577 કરોડ અને કુમાર મંગલમ બિરલાએ 377 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. બીજા સૌથી ધનિક ભારતીય ગૌતમ અદાણી આપત્તિ રાહત માટે 130 કરોડ રૂપિયાના દાન સાથે દાતાઓની યાદીમાં આઠમા ક્રમે છે.

નંદન નીલેકણીએ 183 કરોડનું દાન આપ્યું

ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીના રેન્કિંગમાં સુધારો થયો હતો અને “સામાજિક વિચારસરણી”ને રૂ. 183 કરોડના દાન સાથે પ્રાથમિક કારણ તરીકે ઓળખવામાં આવી હતી.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી