બાબા રામદેવનો ‘ગુરુમંત્ર’, યોગ ન કરવાના કારણે ગાંધી પરિવારની થઇ હાર

યોગ ગુરુ બાબા રામદેવ ઘણીવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચાનો વિષય બને છે. હવે ફરીથી એકવાર તેમણે એક નિવેદન આપ્યું છે તેની ખૂબ ચર્ચા થઇ રહી છે. રામદેવ બાબાએ યોગ દિવસ પહેલા કોંગ્રેસ અને ગાંધી પરિવારને જીતનો મંત્ર આપ્યો છે. સાથે તેમણે 2019 લોકસભા ચૂંટણીમાં હારનું કારણ પણ બતાવ્યું હતું.

2014ની લોકસભાની ચૂંટણી અને તે બાદ 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ યોગગુરુ બાબા રામદેવે કોંગ્રેસ પર નિશાન સાધવાની તક મળી અને આ વખતે તેમણે યોગને લઇને કોંગ્રેસ પર પ્રહાર કર્યાં.

રામદેવ બાબાના અનુસાર ગાંધી પરિવાર યોગ નથી કરતુ તે માટે તેમને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. બાબા રામદેવે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરમાં યોગ કરે છે. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને ઇન્દિરા ગાંધી છૂપાઇને યોગ કરતા હતા. ગાંધી પરિવારની નવી પેઢીએ યોગ કર્યા નહી તેથી તેમની રાજનીતિ બગડી ગઇ. યોગ કરનારાઓના અચ્છે દિન આવે છે,”

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી