બાબાજી…આપ ઇતના છોટા સા… જુઠ કૈસે બોલ લેતે હો…?!

વિશ્વ આરોગ્ય સંસ્થાની સાથે કેન્દ્રના બે મંત્રીઓ પણ છેતરાયા-બાબાજી કા ટુલ્લુ…!!

વિશ્વ આરોગ્ય સંસ્થાના નામે દે ધનાધન…જુઠ પે ઝુઠ….!!

બાબા ઉવાચ- હમારી દવા કોરોના કે લિયે હૈ. વિશ્વ આરોગ્ય સંસ્થા- પ્રમાણપત્ર દિખાઇયે જરા…!

બાબાએ બિચ્ચારા બે મંત્રીઓની આબરૂના પણ ધજાગરા કરી નાંખ્યા-બોલે તો ક્યા બોલે…

ઇન્ડિયન મેડિકલ એસો.નો સવાલ- કોરોનિલને મંજૂરી કેવી રીતે મળી…

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

ધી કપિલ શર્મા કોમેડી શોમાં કપિલ મુંડાએ બીજાને ચિડવવા માટે બાબાજી કા ટુલ્લુ શબ્દ પ્રયોગ ફેમસ કર્યો છે. એક હાથથી નાગની મુદ્રા બનાવીને ડંખ મારવાની અદામાં બાબાજી કા ટુલ્લુ બોલે છે. પણ એક બાબાજીએ એવુ કર્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થા-ડબલ્યુએચઓ-ની સાથે એવુ કર્યું કે બાબાજીની સાથે એક કાર્યક્રમાં હાજર રહેલા બે કેન્દ્રીય સિનિયર મંત્રીઓને પઁણ એવુ થયું હશે કે-મારો બેટો છેતરી ગયો..!.

આ બાબાજીનું નામ છે બાબા રામદેવ પતંજલિવાલે..આરોગ્યની જાળવણી માટે તેમણે યોગાને પ્રચલિત કર્યુ છે તેમાં કોઇ બેમત નથી. યોગાની ટેવ પાડ્યા બાદ તેમણે આયુર્વેદિક ઔષધિઓનો કારોબાર શરૂ કર્યો. ધંધો શરૂ કર્યો એમ તો ના કહેવાય, ખોટુ લાગે. પણ પતજંલિના નામે કારોબાર એવો ચાલ્યો કે દેશ આખામાં પતજંલિ….પતજંલિ…થઇ ગયું. સાબુ, દંતમંજન, મધ ( પતજંલિ બ્રાન્ડ સહિતના અન્ય કેટલીક કંપનીઓના મધમાં ભેળસેળ થાય છે એવુ ટેસ્ટીંગ લેબવાળાએ જાહેર કર્યું છે) સહિત આખો સ્ટોર ભરાઇ જાય એટલી ચીજવસ્તુઓ બનાવી અને વેચાણ પણ ધડાધડ વધ્યું. બીજી કંપનીઓને પાછળ રાખીને બાબાજીની પતજંલિએ તિજોરીમાં રેલમછેલ રેલાવી…!!

2020માં ભારતમાં પણ ચાઇના કી બિમારી કોરોના આગમંન સાથે તેની દવા શું…? અને દુનિયાભરમાં શરૂ થયું સંશોધન.તેમાં બાબાજીની અંજલિ…સોરી પતજંલિ પણ કઇ રીતે પાછળ રહે…? હજુ તો રસી શોધાય તે પહેલા બાબાજીએ કોરોનિલ નામની દવા મૂકી. દાવો કરાયો કે તે કોરોનાની અકસીર દવા છે. પણ પછી થયો વિવાદ. અને બાબાજીની કંપનીને કહેવુ પડ્યું કે કોરોનાની દવા નથી પણ ઇમ્યુનિટી બુસ્ટર માટેની દવા છે…..

2021ના નવા વર્ષમાં બાબાજી બજારમાં આવ્યાં. કોરોનિલ. કોરોના કી અસલી દવાઇ. બજારમાં દવાને મૂકતી વખતે તેમની સાથે બે કેન્દ્રીય મંત્રીઓ પણ અડખે પડખે ઉભા રહ્યાં-ઢાલની જેમ. એક હતા ખુદ આરોગ્ય મંત્રી કે જેઓ પોતે વ્યવસાયે તબીબ છે તે ડો. હર્શવર્ધન અને બીજા છે એક સમયના ભાવિ વડાપ્રધાન નીતિન ગડકરી. તેમની હાજરીમાં બાબાજીએ ગર્વ ભેર જાહેર કર્યું- કોરોના મેં હમારી દવાઇ કોરોનિલ કો વિશ્વ આરોગ્ય સંસ્થા-WHO- કા સાથ હૈજી. યે દેખો સબૂત કે તૌર પર પ્રમાણપત્ર…!!

મંત્રીઓની હાજરી અને તેમાં પણ એક મંત્રી તો પોતે જ આરોગ્યમંત્રી અને વિશ્વ આરોગ્ય સંસ્થા કા સર્ટીફિકેટ…સૈયા ભયે થાનેદાર અબ ડર કાહે કા….કોરોનાથી ડરતા લોકો માટે તો આનંદનો પાર નહીં..સબ હિલમિલ લાવો લાવો કોરોનિલ…કોરોનિલ….! બાબાજીની કાળી મેસ જેવી દાઢી ફર..ફર… ઉડવા લાગી. વાહ….અબ તો પોબારા…!

પણ 24 કલાકમાં જ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર કર્યું- બાબાજી કા ટુલ્લુ…..યે જુઠ હૈ…યે જુઠ હૈ….અમે પતજંલિની કોરોનિલ દવાને ને કોરોનાની દવા તરીકે પ્રમાણિત કરી જ નથી અને અમે એવુ કોઇ પ્રમાણપત્ર આપ્યું નથી….!!

આ શું..? જેમનામાંથી લાખો-કરોડો લોકો યોગ શિખ્યા તે પતજંલિ વાલે….બાબાજીએ જે બે મંત્રીઓની હાજરીમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમાણપત્રનો દાવો કર્યો તે ખોટો હતો…? બનાવટી હતો…? ફેક હતો..?.બાબાજી ખોટુ બોલ્યા..?. ખોટા પ્રમાણપત્રના નામે લોકોને છેતર્યા તો મંત્રીઓને પણ છેતરી ગયો…? પતજંલિ બ્રાન્ડ મધમાં મિલાવટના નામે લોકોને છેતર્યા તો કોરોનિલમાં પણ ભભમભમ…?

વિશ્વ આરોગ્ય સંસ્થાના ખુલાસા બાદ બાબાજી તો મૌનાસનમાં બેસી ગયા અને મંત્રીઓ…?! આ તો મંત્રીઓની અંગત પ્રતિષ્ઠાનો સવાલ થઇ ગયો છે. એક બાબાજીએ, આમ તો બાબાજી તેમના જ છે, તેમણે વિ.આ. સંસ્થાના નામે મંત્રીઓને પણ છેતરી નાંખ્યા હોવાની છાપ ઉપસી રહી છે. મંત્રીઓએ ભલે જવાબ ના માંગ્યો પણ ડોક્ટરોના સંગઠન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ચોક્કસ સવાલ કરાયો- કોરોનિલને મંજૂરી કેવી રીતે મળી..? જવાબ દો….સંગઠને દવાની પ્રમાણભૂતતા સામે પણ સવાલ કર્યા છે કેમ કે બાબાજીની દવા કોરોનિલને કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા મંજૂરી આપી છે. એટલુ જ નહીં એક ડોક્ટર( ડો. હર્ષવર્ધન) કોઇપણ દવાનું પ્રમોશન કઇ રીતે કરી શકે…? કોરોના રોકવા માટેની કોઇ જ પરંપરાગત દવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાના નિષ્ણાતોએ પરીક્ષણ કર્યું નથી કે પરવાનગી પણ આપી નથી…આવા સવાલો ડોક્ટરોની સંસ્થાએ કર્યા છે.

સોશ્યલ મિડિયાએ તે પછી બાબાજીના 2014ના નિવેદનો યાદ કરાવ્યા- વિદેશ સે કાલા ધન લાયેંગે, 15-15 લાખ બાંટેગે….પેટ્રોલ તો 30 રૂપિયે પ્રતિ લિટર કે હિસાબ સે મિલના ચાહિયે…એવા ઘણાં બધા.. બધા… વિડિયો અને મિમ્સ વાઇરલ થયા.

લાગે છે કે બાબાજીએ વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીઓને યોગા બરાબર શિખવાડ્યા નહીં હોય…! પણ બાબાજીની હિંમતને દાદા આપવી પડે હોં ભાઇ. કેટલુ મસ્ત રીતે ભારત સરકારના બે મંત્રીઓની હાજરીમાં સત્યથી વેગળુ ( સત્યથી વેગળુ એટલે સરાસર જુઠ) કહી દીધુ- પ્રમાણિત હૈ, ડબલ્યુએચઓ સે પ્રમાણિત હૈ…!! મંત્રીઓએ વિશ્વ આરોગ્ય સંસ્થાના ખુલાસા બાદ કહેવુ જોઇએ કે આ કોઇ ચૂંટણી જાહેરસભા નથી કે કોઇપણ વચનો આપો કે જાહેરાતો કરે અને લોકો પણ 50 ટકા ડિસ્કાઉન્ટ કે 100 ટકા ડિસ્કાઉન્ટની સાથે તેને વધાવી લે.

લોકોના આરોગ્ય સાથે જોડાયેલી દવા અને તે પણ કોરોના જેવા ભયાનક ચેપી રોગની દવા અંગે આવું સાવ જુઠાણું ચલાવ્યું છતાં મેઇન સ્ટ્રીમ મિડિયાએ શત્રુઘ્નસિંહાનો પેલો ડાયલોગ યાદ કર્યો- ખા…મો..શ..!! કારણ…? મદહોશ…? શેમાં મદહોશ…? એક ડાયલોગ- ધ ઓલ થીંગ ઇઝ ધેટ કે ભૈયા સબ સે બડા…? સબ સે બડા…? સંજુબાબા- અરે બાબા..વોઇચ તો મૈ બોલ રહા હું..એ સરકીટ વો બાપૂવાલી નોટ દિખા ન જરા…! અપુન કો નોટ મૈં ભી બાપૂ દિખતા હૈ…બોલે તો મુન્નાભાઇ એમબીબીએસ…. ક્યા..!!

-દિનેશ રાજપૂત

 73 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર