લવ જેહાદ પર બબાલ – કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ફાડ્યું બિલ

પ્રદિપસિંહ જાડેજાએ કડક કાર્યવાહીની માંગ કરી

ગુજરાતમાં પણ આખરે લવ જેહાદ કાયદો આવી ગયા. લાંબા સમયથી વિવિધ સમાજ દ્વારા તેની ગુજરાત સરકાર સામે માંગણી કરવામાં આવી હતી. જેથી સરકારે આખરે વિધાનસભા ગૃહમાં બિલ રજૂ કર્યું છે. તો બીજી તરફ આ બિલ સામે કોંગ્રેસે શખ્ત વિરોધ ઉઠાવ્યો છે. આ દરમિયાન ઇમરાન ખેડાવાલે બિલ ફાડ્યું હતું. પ્રદિપસિંહ જાડેજાએ કડક કાર્યવાહીની માંગ કરી છે.

ગૃહરાજ્ય મંત્રીએ આજે ગૃહમાં આ કાયદો ગુજરાત માટે કેમ મહત્વનો છે તે વિશે લાંબુ ભાષણ પણ આપ્યું. સાથે જ આ કાયદાના ફાયદા પણ જણાવ્યા હતા. ગુજરાતની પ્રજા દ્વારા આ બિલને આવકારવામાં આવ્યું છે. જોકે, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ ગુજરાતમાં લાગુ કરવામાં આવેલ આ કાયદામાં કેવા કેવી જોગવાઈ કરવામાં આવી છે અને કેવા પ્રકારની સજા થશે તે માહિતી પણ સામે આવી છે. 

તો બીજી તરફ, લવ જેહાદ માટે ફન્ડિંગ થતુ હોવાનો દાવો ગૃહરાજ્ય મંત્રીએ ગૃહમાં કર્યો છે. તેમણે કહ્યું કે, આરબ દેશોમાંથી હવાલાનાં મારફતે આ ફંડ ભારત પહોંચે છે. નવા કાયદામાં ફરિયાદ માત્ર પીડિત નહિ, પંરતુ પરિવારજનો પણ કરી શકશે. ત્યારે શું છે ફરિયાદ અને સજાની જોગવાઈ તે જાણીએ

 81 ,  1