અમરાઇવાડીમાં બેસણાંને લઇને બબાલ, પોલીસે મામલો થાળે પાડ્યો

ફરિયાદના આધારે નવ જણાં સામે કાર્યવાહી..

શહેરના અમરાઇવાડી વિસ્તારમાં બેસણાં જેવા સામાજિક બાબતે બબાલ થયાની ફરિયાદ અમરાઇવાડી પોલીસ મથકે નોંધાઇ છે. જો કે સામસામે પત્થરમારો અને મારપીટના બનાવમાં અમરાઇવાડી પોલીસે તાકીદે ધસી જઇને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો અને 9 જણાં સામે કાર્યવાહી હાથ ધરી છે.

અમરાઇવાડી પોલીસ મથકના પીઆઇ ડી.બી. મહેતાએ નેટડાકિયા ન્યૂઝ વેબ પોર્ટલને આ અંગેની માહિતી આપતાં જણાવ્યું કે, આ હનાવ જોગેશ્વરી વિસ્તારમાં બન્યો હતો. વિસ્તારમાં કોઇના નિધનના પગલે પરિવારજનોએ સામાજિક પરંપરા મુજબ બેસણુ રાખ્યું હતું. જેમાં પરિવારના લોકો અને તેમના સગાસંબંધીઓ પણ રીતરિવાજ મુજબ હાજરી આપવા પહોંચ્યા હતા. દરમ્યાનમાં બેસણાંમાં ભીડભાડ થઇ છે એમ કહીને નાકા પર બેઠેલા કેટલાક અસામાજિક તત્વોએ તેનો વિરોધ કર્યો અને બોલાચાલીમાંથી વાત મારપીટ અને પત્થરામારા સુધી પહોંચી ગઇ હતી. જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ટ થયા છે.

પીઆઇ મહેતાએ વધુમાં કહ્યું કે બે જુથો વચ્ચેની મારપીટમાં અસામાજિક તત્વોએ બે ઘરો પર પત્થરમારો કર્યો હતો અને તોડફોડ પણ કરી હતી. આ તત્વોએ ત્યાં રહેવા વાહનોમાં પણ તોડફોડ કરીને નુકશાન પહોંચાડ્યું હતું. બે મકાનો અને પાંચ વાહનોને નુકશાન થયું છે. ફરિયાદી અમૃતભાઇ પરમારની ફરિયાદના આધારે નવ જણાં સામે ફરિયાદ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં તરત જ અમરાઇવાડી પોલીસ ત્યાં દોડી ગઇ હતી. અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. હાલમાં વિસ્તારમાં શાંતિ પ્રવર્તે છે.

 109 ,  1