September 18, 2021
September 18, 2021

બાબુલ સુપ્રિયોએ રાજકારણને કહ્યું ‘અલવિદા’

સામાજીક કાર્યો કરવા રાજકારણમાં આવ્યો હતો

પશ્ચિમ બંગાળમાં રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બંગાળમાં ભાજપના મોટા નેતા બાબુલ સુપ્રિયોએ રાજકારણને અલવિદા કહી દીધું છે. બાબુલ સુપ્રિયોએ તેમના ફેસબુક પેજ દ્વારા આ જાહેરાત કરી છે. આ પ્રસંગે સુપ્રિયોએ જણાવ્યું કે હું ફક્ત સમાજસેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો હતો. પરંતુ હવે મને લાગે છે કે લોકોની સેવા કરવા માટે રાજનીતિની જરુર નથી. તેથી મેં મારો રસ્તો બદલવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે હું રાજનીતિથી દૂર રહીને પણ સેવા કરી શકું છું. સુપ્રિયો બંગાળની આસનસોલ બેઠકના સાંસદ છે.

તેમણે ટ્વીટમાં કંઇક આવું લખ્યું છે. “ગુડબાય. હું કોઈ રાજકીય પક્ષમાં નથી જઈ રહ્યો. ટીએમસી, કોંગ્રેસ, સીપીઆઈ (એમ) કોઈએ મને બોલાવ્યો નથી, હું ક્યાંય જતો નથી. સામાજિક કાર્ય કરવા માટે કોઈએ રાજકારણમાં હોવું જરૂરી નથી,” તેમણે પોસ્ટ કર્યું.

બાબુલ સુપ્રિયોએ પણ ઉલ્લેખ કર્યો છે કે તેઓ લાંબા સમયથી પાર્ટી છોડવા માંગતા હતા. તેણે પહેલેથી જ પોતાનું મન બનાવી લીધું હતું કે તે હવે રાજકારણમાં રહેવા માંગતા નથી. પરંતુ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ રોકવાના કારણે તેમણે દરેક વખતે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો. પરંતુ હવે કેટલાક નેતાઓ સાથે મતભેદો શરૂ થઈ ગયા હતા અને તમામ વિવાદો પણ લોકોની સામે આવી રહ્યા હતા, આ સ્થિતિ વચ્ચે રાજકારણ છોડવાનો નિર્ણય કર્યો.

નોંધનીય છે કે,, બાબુલ સુપ્રિયોને તાજેતરમાં મોદી સરકારના મંત્રીમંડળ વિસ્તરણમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

 21 ,  1